મોરબી જીલ્લામાં આવેલ ઝુલતો પુલ અચાનક તૂટી જતા ઝુલતો પુલ જોવા આવેલા લોકોમાંથી ૧૯૦ થી વધુ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે. જે અત્યંત દુઃખદ દુર્ઘટના છે.
આ દુઃખદ દુર્ઘટનાના અનુસંધાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરની સુચના અનુસાર, જામનગર શહેર જિલ્લા કૉંગ્રેસ સમિતિ દ્વારા મૃતકોને શ્રધ્ધાંજલિ આપવા ૩૧ ના સોમવારે સાંજે 7.00 કલાકે બાલા હનુમાન મંદિર થી હવાઈ ચોક ખાતે શહીદ ભગતસિંગ ની પ્રતિમા સુધી કેન્ડલ માર્ચ યોજી મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને મૌન પાળી શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જામનગર જિલ્લા કૉંગ્રેસ સમિતિ પ્રમુખ જીવણભાઈ કુંભરવાડિયા અને જામનગર શહેર કૉંગ્રેસ સમિતિ પ્રમુખ વીરેન્દ્રસિંહ જાડેજા (દીગુભા) તથા શહેર/જિલ્લા કોંગ્રેસના આગેવાનો, પ્રદેશ કૉંગ્રેસના હોદ્દેદારો, મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા અને તમામ કોર્પોરેટરો, જિલ્લા/તાલૂકા પંચાયતના સદસ્યો, શહેર/જિલ્લાના ફ્રન્ટલ/સેલ ડિપાર્ટમેન્ટના પ્રમુખો, સંયોજકો અને શહેર/જિલ્લા કૉંગ્રેસના કાર્યકરોએ બોહળી સંખ્યામાં હાજરી આપી હતી.


