Saturday, December 6, 2025
Homeરાજ્યશુકનિયાળ આંક 21 મોરબી માટે બન્યો અપશુકનિયાળ

શુકનિયાળ આંક 21 મોરબી માટે બન્યો અપશુકનિયાળ

દર 21 વર્ષે મોરબી પર દુર્ઘટનાઓનો સિલસિલો

સૌરાષ્ટ્રનું પેરિસ એટલે મોરબી જે ઉદ્યોગ ધંધાને રોજગારી માટે જાણીતું શહેર છે. મોરબી શહેરનો ઝુલતો પુલ મોરબીને બીજા શહેરોથી અલગ ઓળખ આપતો જ્યારે આજ એ જ ઝુલતા પુલે મોરબીનું નામ ઇતિહાસમાં ગોઝારી ઘટનાના નામે લખી દીધું છે.

- Advertisement -

30 ઓકટોબરના સાંજે 6:30 વાગ્યે ઝુલતો પુલ તૂટી પડયો અને સાથે 190થી પણ વધુ લોકોને લેતો ગયો હતો. 21ના આંકને આપણી સંસ્કૃત્તિમાં શુકનિયાળ માનવામાં આવે છે. પરંતુ મોરબીવાસીઓ માટે આ આંક અપશુકનિયાળ સાબિત થયો છે. દર 21 વર્ષે મોરબી પર મુશ્કેલીઓ આવી પડે છે. તા. 11-8-1979 એટલે કે, મચ્છુ હોનારતનો દિવસ. જે ઇતિહાસના પાના પર બ્લેક ડે તરીકે લખાઇ ગયો છે. તેના 21 વર્ષ બાદ એટલે કે, 26-1-2001 એટલે કે, ભૂકંપનો દિવસ. જેમાં સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારો અસરગ્રસ્ત હતાં. આજ એ ઘટનાને 21 વર્ષે મોરબીના ધંધા-ઉદ્યોગો હજી માંડ ઉભા થયા ત્યાં ફરી 21 વર્ષે એક કહેર એટલે કે, 30-10-22ના ઝુલતા પુલની દુર્ઘટના. આ તારીખો જોઇને મોરબીવાસીઓને એક વાત એ વિચાર જરૂર આવતો હશે કે, હવેના 21 વર્ષ પછી શું?

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular