જામનગરમાં આજરોજ જલારામ જયંતિની સાથે-સાથે સરદાર પટેલ જન્મજયંતિની પણ ઉજવણી કરવામાં આવી હતી.
જામનગરમાં આવેલ પટેલ યુવા ગુ્રપ દ્વારા રણજીતસાગર રોડ પર આવેલ નવવિલાસ ગ્રાઉન્ડ ખાતે સરદાર પટેલ જયંતિ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કર્યુ હતું. જેમાં પટેલ યુવા ગુ્રપના કાર્યકરો એકઠા થઇ જય સરદારનું લખાણ માનવ આકૃતિ સાથે ગ્રાઉન્ડમાં તૈયાર કર્યુ હતું.