Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરજામનગર ગ્રામ્ય, કાલાવડ તથા જામજોધપુર વિધાનસભાની ચૂંટણી માટે કોણે-કોણે દાવેદારી નોંધાવી ?

જામનગર ગ્રામ્ય, કાલાવડ તથા જામજોધપુર વિધાનસભાની ચૂંટણી માટે કોણે-કોણે દાવેદારી નોંધાવી ?

ભાજપા દ્વારા સેન્સ પ્રક્રિયા યોજાઈ : કાલાવડ બેઠક ઉપર ઉમેદવારોનો રાફડો

- Advertisement -

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. આગામી સમયમાં કોઇપણ સમયે વિધાનસભાની ચૂંટણીઓની તારીખ જાહેર થઈ શકે છે ત્યારે ભાજપા સહિતના રાજકીય પક્ષો ચૂંટણીની તૈયારીમાં લાગી ચૂકયા છે. ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા તેમજ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી રહી છે. જામનગર શહેર તથા જિલ્લાની બેઠકો માટે ભાજપા દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં અનેક દાવેદારોએ ટિકિટોની માંગણી કરી છે. નિરીક્ષકો એ દાવેદારો તેમજ હોદ્ેદારો અને કાર્યકરોને સાંભળ્યા હતાં.

- Advertisement -

ગુજરાત વિધાનસભાની 2022 ની ચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. ચૂંટણીની તારીખો જાહેર થાય તે પૂર્વે રાજકીય પક્ષો દ્વારા 182 બેઠક માટેના ઉમેદવારો નકકી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. જેના ભાગરૂપે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ગઈકાલે જામનગર શહેરની બન્ને બેઠકો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવ્યા બાદ આજરોજ કાલવડ વિધાનસભા, જામજોધપુર ગ્રામ્ય તથા જામજોધપુર વિધાનસભાની બેઠક માટે નિરીક્ષકોએ સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી.

જામનગર જિલ્લાની બેઠકો માટે પ્રદિપભાઈ પરમાર, સુરેશભાઈ ગોધાણી તથા રેખાબેન ડુંગરાણી આજરોજ જામનગર આવી પહોંચ્યા હતાં. જામનગર જિલ્લા ભાજપા કાર્યાલય ખાતે ત્રણેય કાર્યકરો સાથે સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી. આ તકે જિલ્લા ભાજપા પ્રમુખ રમેશભાઈ મુંગરા, પૂર્વ શહેર ભાજપા પ્રમુખ નિલેશભાઈ ઉદાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. ખાસ કરીને જામનગર જિલ્લાની 76 કાલાવડ બેઠક ઉપર સૌથી વધુ દાવેદારો નોંધાયા હતાં.
76 કાલાવડ વિધાનસભાની બેઠક ઉપર લાલજીભાઈ સોલંકી, મેઘજીભાઈ ચાવડા, મુળજીભાઈ ઘેયડા, નાથાભાઈ વારસકિયા, જીતેન્દ્રભાઈ ડાયાભાઈ, ડો. કલ્પેશ મકવાણા, નરેશભાઈ સિંગલ, દિપકભાઈ વાઘેલા, સુરેશભાઈ સુંબલ, નીતાબેન પરમાર, મનિષાબેન મહેતા, બાબુભાઈ ચાવડા, દિપકભાઇ ચાવડા, સામતભાઈ પરમાર, એમ.ડી.મકવાણા, અશોકભાઈ મકવાણા, પુષ્પાબેન શ્રીમાળી, ભાનુબેન જેપાર, જ્યોત્સનાબેન સાગઠીયા, મનહરભાઈ મકવાણા, ભીમજીભાઇ મકવાણા, જસ્મીનભાઈ ઝાલા, જીજ્ઞેશભાઈ ઝાલા, મનહરભાઈ ઝાલા, વઘેરા સામજીભાઈ, એડ. રાહુલ ચૌહાણ, ભવાનભાઈ કંટારિયા સહિત 28 જેટલા ઉમેદવારોએ દાવેદારે નોંધાવી હતી.

- Advertisement -

80 જામજોધપુર વિધાનસભાની બેઠક ઉપર ચીમનભાઈ સાપરિયા, કે.બી. ગાગીયા, સુરેશભાઈ વસરા, બ્રિજરાજસિંહ જાડેજા, હરેશભાઈ બારીયા, સી.એમ.વાછાણી, રાજુભાઈ કાલરિયા, પ્રવિણભાઈ વસરા, ચેતનભાઈ કડીવાર, નરેન્દ્રભાઈ કડીવાર, ઘુસાભાઈ ઘાલાણી, રાજશીભાઈ આંબલિયા તથા પરબતભાઈ ગાગીયા સહિત 12 જેટલા દાવેદારોએ દાવેદારી કરી હતી.

આ ઉપરાંત 77 જામનગર ગ્રામ્ય વિધાનસભાની બેેઠક ઉ5ર રાઘવજીભાઈ પટેલ, ભાણજીભાઈ કટેશીયા, સુનિલભાઈ રાઠોડ, ગીતાબેન નકુમ, મનજીભાઈ કટેશીયા, તપનભાઈ પરમાર, માવજીભાઈ નકુમ, હસમુખ કણજારિયા, રણછોડભાઈ પરમાર, ભરતભાઇ દલસાણીયા, જયસુખ પરમાર, ગોરધનભાઈ રાઠોડ, નીશાબેન કણજારીયા, વલ્લભભાઈ ધારવીયા તથા ધરમશીભાઈ ચનીયારા સહિતના ઉમેદવારોએ દાવેદારી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular