જામનગર એસઓજીએ 2300 કિલો બિલ આધાર વગરનો શંકાસ્પદ ચોખાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ હાપા શ્રીજી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલ નયન સુરેશ ભાયાણીના ગોડાઉનમાં આધાર, બિલ વગરના ચોખાનો જથ્થો રાખ્યો હોવાની એસઓજીના અરજણભાઇ કોડિયાતર તથા ચંદ્રસિંહ જાડેજાને મળેલ બાતમીને આધારે જિલ્લા પોલીસ વડા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સૂચના અને એસઓજીના ઇન્ચાર્જ પીઆઇ બીએન ચૌધરી તથા પીએસઆઇ જેડી. પરમારના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફ દ્વારા રેડ દરમ્યાન હાપા નજીક શ્રીજી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં નયન સુરેશ ભાયાણીના ગોડાઉનમાંથી રૂા. 46,000ની કિંમતના કુલ 46 બાચકા ચોખા જેનો કુલ વજન 2300 કિલોનો મુદામાલ બિલ કે આધાર વગર મળી આવ્યો હતો. એસઓજી દ્વારા મુદામાલ કબજે કર્યો હતો.