ગુજરાત રાજ્ય સરકારના આદેશ અનુસાર સમગ્ર ગુજરાતના 33 જિલ્લાઓમાં ગરીબ કલ્યાણ મેળા નું આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે જેના અનુસંધાને આજે જામનગરના એમ.પી. શાહ મ્યુનિસિપલ ટાઉનહોલ ખાતે કૃષિ પશુપાલન અને ગૌ સંવર્ધનના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લા વહીવટી વિભાગ દ્વારા ગરીબ કલ્યાણ મેળો- 2022 નું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું , આ કાર્યક્રમમાં જામનગર જિલ્લાના કુલ 1836 અને શહેરી વિસ્તારના કુલ 35 લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમના અધ્યક્ષ રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે ભારતના વર્તમાન પ્રધાનમંત્રી અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા ગુજરાત રાજ્યમાં વસવાટ કરતા ગરીબી રેખા હેઠળ જીવતા તમામ વર્ગને જાહેર સુખાકારીની સુવિધાઓ સરળતાથી મળી રહે તે માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે જેમાં રહેઠાણ માટે ઘરની વ્યવસ્થા ,શાળાકીય વ્યવસ્થા ,પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા ,આરોગ્યની સવલતો, પાકા રસ્તાઓ ,ખેડૂતો માટે પાણી અને વીજળીની સગવડતા તેમજ સગર્ભા મહિલાઓ અને પ્રસુતા માટે ગુજરાત સરકાર દ્વારા ચિંતા વ્યક્ત કરી તમામ વર્ગને જરૂરી સહાય ચૂકવવામાં આવે તે હેતુથી ગરીબ કલ્યાણ મેળા નું આયોજન કરવામાં આવે છે આજે અહીં 13 માં તબક્કાનો ગરીબ કલ્યાણ મેળો યોજવામાં આવી રહ્યો છે જેમાં મહત્વની વાત એ છે કે અહીંથી ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ પશુપાલકોને બિરદાવવામાં આવશે.
આ કાર્યક્રમમાં જામનગર મહાનગરપાલિકાના મેયર મતી બીનાબેન કોઠારીયા જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા શહેરી વિસ્તારમાં વસવાટ કરતા ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારો માટે પણ સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ અને સહાય અમલમાં મૂકવામાં આવી છે આજે અહીં શહેરી વિસ્તારમાં વસવાટ કરતા રહેવાસીઓ માટે આયુષ્યમાન ભારતના લાભાર્થીઓને આરોગ્ય લક્ષી સહાય ચૂકવવામાં આવી છે, તેમજ ધંધા રોજગાર માટે PM સ્વનિધિ અને SEP(i) ની લોન ની સહાય આપવામાં આવી છે ,જેના જામનગર મહાનગરપાલિકામાં વસવાટ કરતા બહોળા પ્રમાણમાં લાભાર્થીઓને લાભાનવિત કરવામાં આવ્યા છે ,સરકારની તમામ યોજનાઓ દ્વારા આપણે સમગ્ર ભારતને આત્મનિર્ભર બનાવવાનું છે.
આ કાર્યક્રમમાં કૃષિ પશુપાલન અને ગૌ સંવર્ધન વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલ ,મેયર બીનાબેન કોઠારી ,જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચન્યારા, જામનગર મહાનગરપાલિકા ગરીબ કલ્યાણ સમિતિ ના અધ્યક્ષ પ્રભાબેન ગોરેચા, કલેકટર ડો.સૌરભ પારધી ,કમિશનર વિજયકુમાર ખરાડી,ડી.ડી.ઓ મિહીરભાઈ પટેલ, ડી.આર.ડી.એ.ના ડાયરેક્ટર ચૌધરી સાહેબ, ડેપ્યુટી ડી.ડી.ઓ. અંગતભાઈ માંડોલ ,પ્રાંત અધિકારી ડી. ડી. શાહ, ,ડેપ્યુટી કમિશનર ભાવેશભાઈ જાની , આસિસ્ટન્ટ કમિશનર કોમલબેન પટેલ ,જેએમસીના ઇડીપી મેનેજર મુકેશભાઈ વરણવા, સ્લમ શાખાના નાયબ કાર્યપાલક ઇજનેર અશોક જોશી ,આરોગ્ય વિભાગના ડો. સુભાષ પ્રજાપતિ, ડો. ગોરી ,યુસીડી વિભાગના તમામ મેનેજરઓ,સમાજ સંગઠકઓ સહિત બહોળી સંખ્યા મા ગ્રામ્ય તથા શહેર વિસ્તાર ના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.