Tuesday, January 7, 2025
Homeરાજ્યજામનગરટ્રિમીંગના નામે આડેધડ વૃક્ષ છેદન...

ટ્રિમીંગના નામે આડેધડ વૃક્ષ છેદન…

- Advertisement -

ચોમાસા દરમ્યાન વનરાજી સોળે ખિલી ઉઠે છે. સાથે-સાથે વૃક્ષોનો ગ્રોથ પણ આ સિઝન દરમ્યાન ખૂબજ વધુ પ્રમાણમાં જોવા મળે છે. શહેરી વિસ્તારમાં ચોમાસા દરમ્યાન ઝડપથી વિકસેલી વૃક્ષની ડાળીઓ માર્ગ પરના વાહન વ્યવહાર તેમજ વિજલાઇનોને અડચણરૂપ ન થાય તે માટે તેનું ટ્રિમીંગ કરવું જરૂરી બની જાય છે. પરંતુ ટ્રિમીંગ સાયન્ટીફીક રીતે થવું જોઇએ. જામનગરમાં પાર્ક કોલોની વિસ્તારમાં જામ્યુકોના તંત્ર દ્વારા ટ્રિમીંગના નામે આડેધડ રીતે વૃક્ષની મોટી-મોટી ડાળીઓ કાપીને વૃક્ષ છેદન કરવામાં આવી રહયું છે. જામ્યુકોની આ આડેધડ કામગીરી સામે પર્યાવરણ પ્રેમીઓ અને આ વિસ્તારના રહેવાસીઓમાં રોષ ની લાગણી પ્રસરી છે. એક તરફ વૃક્ષોને બચાવવા માટે વન મહોત્સવ જેવી ઉજવણીઓ કરવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ પર્યાવરણ પ્રેમી એવા પ્રધાનમંત્રી મોદીના આગમન સમયે જ જામનગરમાં આડેધડ વૃક્ષ છેદન કરવામાં આવતાં કચવાટની લાગણી પ્રસરી છે. આમેય જામ્યુકોના તંત્રએ ઘણા લાંબા સમયથી પોતાની ગાર્ડન શાખાને લુપ્ત કરી દીધી છે. ગાર્ડનીંગના તજજ્ઞ કહી શકાય એવા એક પણ અધિકારી હાલ જામ્યુકો પાસે નથી. તેવા સંજોગોમાં અત્યંત મહત્વની એવી ટ્રિમીંગની કામગીરી બિનઅનુભવી લોકોને હવાલે કરી દેવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular