Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયઆજથી પેમેન્ટમાં ટોકનાઇઝેશન સિસ્ટમનો અમલ

આજથી પેમેન્ટમાં ટોકનાઇઝેશન સિસ્ટમનો અમલ

થઇ રહ્યાં છે નિયમ ફેરફાર : બચત યોજનાના વ્યાજદરમાં થયો ફેરફાર : ઇન્કમટેકસ ભરતાં લોકો અટલ પેન્શનનો લાભ નહીં શકે : મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા લોકોને નોમિનેશન ડિટેઇલ આપવી પડશે

- Advertisement -

1 ઓકટોબરથી એટલે કે આજથી દેશમાં ઘણા ફેરફાર થયા છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. જે લોકો ઇન્કમટેક્સ ભરે છે તેઓ અટલ પેન્શન યોજનામાં રોકાણ નહિ કરી શકે. આ સિવાય આજથી કાર્ડ પેમેન્ટ માટે ટોકનાઇઝેશન સિસ્ટમ લાગુ કરવામાં આવશે.

- Advertisement -

આજથી ઇન્કમટેક્સ ભરતા લોકો અટલ પેન્શનના લાભ નહિ લઇ શકે. હાલના નિયમ અનુસાર 18 વર્ષથી 40 વર્ષ સુધીના ઇન્કમટેક્સ ભરતા કે ન ભરતા કોઇપણ ભારતીય વ્યક્તિ રોકાણ કરે છે. આ યોજના હેઠળ દર મહિને 5 હજાર સુધીનું પેન્શન આપવામાં આવે છે.

1 ઓકટોબરથી કાર્ડ પેમેન્ટ માટે ટોકનાઇઝેશન સિસ્ટમનો અમલ કરવામાં આવ્યો છે. આ સિસ્ટમ આવ્યા બાદ વેપારી, પેમેન્ટ એગ્રિગેટર અને પેમેન્ટ ગેટ વે ગ્રાહકોની કાર્ડની કોઇપણ જાણકારી સ્ટોર નહિ કરી શકે. ટોકનાઇઝેશન સિસ્ટમનો ઉદ્દેશ ઓનલાઇન બેંકિંગ ફ્રોડને રોકવાનો છે.

- Advertisement -

1 ઓકટોબરથી એટલે કે આજથી દેશમાં ઘણા ફેરફાર થયા છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. જે લોકો ઇન્કમટેક્સ ભરે છે તેઓ અટલ પેન્શન યોજનામાં રોકાણ નહિ કરી શકે. આ સિવાય આજથી કાર્ડ પેમેન્ટ માટે ટોકનાઇઝેશન સિસ્ટમ લાગુ કરવામાં આવશે.

1 ઓકટોબરથી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા લોકોને નોમિનેશન ડિટેઇલ આપવી પડશે. જો નોમિનેશન ડિટેઇલ નથી આપે તો એક ડિક્લરેશન ભરવું પડશે, ડિક્લરેશનમાં નોમિનેશનની સુવિધા ન લેવાની જાણ કરવી પડશે.

- Advertisement -

એસેટ મેનેજમેન્ટ કંપનીઓએ રોકાણકારની જરૂરિયાત મુજબ ફિઝિકલ અથવા ઓનલાઈન મોડમાં નોમિનેશન ફોર્મ અથવા ડિક્લરેશન ફોર્મનો વિકલ્પ આપવો પડશે. ફિઝિકલ વિકલ્પ હેઠળ ફોર્મમાં રોકાણકારની સહી હશે, જ્યારે ઓનલાઈન ફોર્મમાં રોકાણકાર ઈ-સાઇન સુવિધાનો ઉપયોગ કરી શકશે.

સરકારે પોસ્ટ ઓફિસની ઘણી નાની બચત યોજનાઓ પર વ્યાજમાં વધારો કર્યો છે. 2 વર્ષની ટાઈમ ડિપોઝિટ પર વ્યાજદર 5.5%થી વધારીને 5.7% કરવામાં આવ્યો છે. 3 વર્ષની ટાઈમ ડિપોઝિટ પર વ્યાજદર 5.5%થી વધારીને 5.8% કરવામાં આવ્યો છે.

સિનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમ પર વ્યાજદર હવે 7.4%થી વધીને 7.6% થઈ ગયો છે. એ જ સમયે માસિક આવક ખાતા યોજનામાં હવે 6.6%ને બદલે 6.7% વાર્ષિક વ્યાજ મળશે. આ સિવાય કિસાન વિકાસપત્ર પર વ્યાજદર 6.9%થી વધીને 7.0% થયો છે.

ડિમેટ એકાઉન્ટહોલ્ડરોએ 30 સપ્ટેમ્બર, 2022 સુધીમાં ટૂ-ફેક્ટર ઓથેન્ટિકેશન પૂરૂં કરવું પડશે. એ પછી જ તમે તમારા ડિમેટ એકાઉન્ટમાં લોગ-ઇન કરી શકશો. જો તમે આ નથી કરતાં તો તમે 1 ઓક્ટોબરથી ડિમેટ એકાઉન્ટમાં લોગ-ઈન કરી શકશો નહીં. NSE અનુસાર, સભ્યોએ તેમના ડિમેટ એકાઉન્ટમાં લોગ-ઇન કરવા માટે બાયોમેટ્રિક ફેક્ટરનો ઉપયોગ ઓથેન્ટિકેશન તરીકે કરવો પડશે. બીજું ઓથેન્ટિકેશન ’નોલેજ ફેક્ટર’ હોઈ શકે છે, જેમાં પાસવર્ડ, PIN અથવા કોઈપણ ફેક્ટર હોઈ શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular