આજથી માઁ આદ્યશક્તિની આરાધનાના મહાપર્વ નવરાત્રીનો પ્રારંભ થયો છે. ત્યારે ગઇકાલે નવરાત્રીની પૂર્વસંધ્યાએ જામનગરના સહિયર નવરાત્રી મહોત્સવ દ્વારા પ્રેસ મીડીયા પરિવાર માટે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર શહેરના એમ.પી. શાહ કોલેજના પટાંગણમાં પત્રકાર પરિવારો માટે નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં જામનગર પત્રકાર મંડળ તેમજ શહેરના પત્રકારોએ પરિવાર સાથે રાસ-ગરબાની રમઝટનો આનંદ માણ્યો હતો.