Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરખંભાળિયામાં યુવાન પર હુમલો કરી છરીની અણીએ લૂંટ ચલાવવા સબબ બે શખ્સો...

ખંભાળિયામાં યુવાન પર હુમલો કરી છરીની અણીએ લૂંટ ચલાવવા સબબ બે શખ્સો સામે ફરિયાદ

- Advertisement -

ખંભાળિયાના કડિયા વાડ વિસ્તારમાં ધ્રેવાડ ફળી ખાતે રહેતા જાફર ઉર્ફે કનુભાઈ કાસમભાઈ વારીયા નામના 54 વર્ષના વેપારી આધેડ ગત તારીખ 20 મીના રોજ રાત્રિના સમયે અત્રે હાઈ – વે પરના એક રેસ્ટોરન્ટ પાસે અન્ય એક આસામી સાથે રોકડ રકમની લેવડદેવડ બાબતે વાતચીત કરી રહ્યા હતા, તે દરમિયાન ખંભાળિયાના અકબર ઉર્ફે હકો બ્લોચ અને મકસુદ ઉર્ફે મખી સુમાર સમા નામના બે શખ્સો મોટર સાયકલ પર બેસીને આવ્યા હતા.

- Advertisement -

આ બંને શખ્સોએ એકસંપ કરી, જાફર વારીયાને બિભત્સ ગાળો કાઢતા આ બંનેને જાફરભાઈએ ગાળો બોલવાની ના કહેતા આરોપી અકબરે ફરિયાદી જાફરભાઈના પેન્ટના ખિસ્સામાં હાથ નાખતા જાફરભાઈએ તેને અટકાવ્યો હતો. પરંતુ સાથે રહેલા મકસુદ ઉર્ફે મખી સુમારએ લૂંટ કરવાના ઇરાદે છરી વડે જાફરભાઈને પાછળ સાથળના ભાગે છરી મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.

બાદમાં આરોપી અકબર ઉર્ફે હકો બ્લોચએ જાફરભાઈના ખિસ્સામાં રહેલા રૂપિયા 35,000 ની લૂંટ ચલાવી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા જાફરભાઈ વારીયાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી સ્વસ્થ થયે તેમના દ્વારા ખંભાળિયા પોલીસ મથકમાં બંને શખ્સો સામે આઈ.પી.સી. કલમ 394, 397, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisement -

આ સમગ્ર બનાવ અંગે અહીંના ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરીના વડપણ હેઠળ સ્થાનિક પોલીસ દ્વારા ધોરણસર કાર્યવાહી કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular