જામનગર શહેરને સિમ વિસ્તારમાં લોર્ડ શેડિંગ, વિજ પ્રવાહ વિક્ષેપ સહિતની સમસ્યાઓના ઉકેલ અર્થે શહેર અધ્યક્ષ ડો. વિમલભાઇ કગથરા સહિત શહેર સંગઠન, સંસદસભ્ય પૂનમબેન માડમ, ધારાસભ્ય આર.સી. ફળદુ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, મેયર બીનાબેન કોઠારી, સ્ટે. કમિટી ચેરમેન મનિષ કટારીયા, ડે.મેયર તપન પરમાર, દંડક કેતન ગોસરાણી, શાસકપક્ષ નેતા કુસુમબેન પંડયા દ્વારા નવુ સબ ડિવિઝન ફાળવવા રજૂઆત કરેલ હતી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, ઉર્જામંત્રી, નાણામંત્રી, કનુભાઇ દેસાઇ દ્વારા નવુ સબ ડિવિઝનને મંજૂરી આપવામાં આવી છે.
નગરજનાની સમસ્યાઓના નિરાકરણ લાવવામાં આવ્યું હતું. આ તબક્કે તેઓનો આભાર માનવામાં આવ્યો હતો.
ઉલ્લેખનિય છે કે, લાંબો વિસ્તાર હોવાથી નગરસીમ વિસ્તારોમાં લોર્ડ શેડિંગ, વિજ પ્રવાહ વિક્ષેપ સહિતની સમસ્યાઓ રહેતી હતી. આ નવા સબ ડિવિઝનથી નગરસીમ વિસ્તારોમાં વિજ વિક્ષેપની સમસ્યા નહિંવત બની જશે.
આ તબક્કે શહેર અધ્યક્ષ ડો. વિમલનભાઇ કગથરા, મહામંત્રી પ્રકાશભાઇ બાંભણિયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય આર.સી. ફળદુ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, મેયર બીનાબેન કોઠારી, સ્ટે. કમિટી ચેરમેન મનિષ કટારીયા, ડે.મેયર તપન પરમાર, દંડક કેતન ગોસરાણી, શાસકપક્ષ નેતા કુસુમબેન પંડયા સહિત શહેર સંગઠનના હોદ્ેદારો દ્વારા ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તથા ગુજરાત રાજ્યના ઉર્જામંત્રી, નાણામંત્રી કનુભાઇ દેસાઇનો આભાર માનવામાં આવ્યો હતો. ભારતીય જનતા પાર્ટી મીડિયા સેલોના ભાર્ગવ ઠાકરની યાદીમાં જણવવામાં આવ્યું હતું.