Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયકોંગ્રેસ અધ્યક્ષપદની ચૂંટણી લડશે શશી થરૂર-ગેહલોત

કોંગ્રેસ અધ્યક્ષપદની ચૂંટણી લડશે શશી થરૂર-ગેહલોત

રાહુલ ગાંધી ફરી અધ્યક્ષ બનવાના મૂડમાં નથી

- Advertisement -

કોંગ્રેસ પ્રમુખની ચૂંટણી માટે નામાંકન શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આવી સ્થિતિમાં ઉમેદવારોને લઈને સ્થિતિ કંઈક અંશે સ્પષ્ટ થઈ રહી છે. જોકે, વાયનાડના સાંસદ રાહુલ ગાંધી મેદાનમાં ઉતરશે કે નહીં? તે હજુ સ્પષ્ટ નથી. બીજી તરફ જી-23 નેતાઓમાં સામેલ રહેલા શશિ થરૂર આ પદ પર દાવો રજૂ કરવાની તૈયારી કરી રહ્યા છે. આ સાથે રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગાંધી પરિવારના નજીકના ગણાતા અશોક ગેહલોત પણ રેસમાં આગળ છે. થરૂર ચૂંટણી લડે તેવી પ્રબળ શક્યતાઓ છે. જોકે, તેમણે આ અંગે પોતાની સ્થિતિ સ્પષ્ટ નથી કરી. તાજેતરમાં તેઓ વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીને મળવા પહોંચ્યા હતા.

- Advertisement -

બેઠક દરમિયાન તેમણે પાર્ટીના પ્રમુખને અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવાની ઈચ્છા વિશે જણાવ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે, સોનિયા તરફથી એવું પણ કહેવામાં આવ્યું છે કે, તે કોઈ ઉમેદવારને ખાસ સમર્થન નહીં આપે. મહત્વની વાત એ છે કે, તિરૂવનંતપુરમના સાંસદ પણ અધ્યક્ષની ચૂંટણીમાં પારદર્શિતાને લઈને અવાજ ઉઠાવી રહ્યા છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે જણાવ્યું હતું કે, જે કોઈ ચૂંટણી લડવા માંગે છે તે મુક્ત અને તેમનું સ્વાગત છે.કોંગ્રેસ અધ્યક્ષ અને રાહુલ ગાંધીનું આ સતત વલણ રહ્યું છે. તે એક ખુલ્લી લોકશાહી અને પારદર્શક પ્રક્રિયા છે. ચૂંટણી લડવા માટે કોઈને કોઈની પરવાનગીની જરૂર નથી. થરૂરે સોમવારે એક ઓનલાઈન પિટિશનની દલીલ કરી હતી જેમાં પાર્ટીના યુવા સભ્યોએ સુધારાની માંગ કરી છે અને કહ્યું છે કે, પ્રમુખ પદ માટેના દરેક ઉમેદવારે પ્રતિજ્ઞા લેવી જોઈએ કે જો તેઓ ચૂંટાઈ આવશે તો તે ઉદયપુર નવસંકલ્પનો સંપૂર્ણ અમલ કરશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular