શાંધાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ) સમીટ આજે 15મી સપ્ટેમ્બરને ગુરુવારે ઉઝબેકિસ્તાનના સમરકંદમાં કોવિડ રોગચાળાને કારણે બે વર્ષના અંતરાલ પછી, છ સ્થાપક સભ્ય દેશના નેતાઓની પ્રત્યક્ષ હાજરી સાથે યોજાશે. જેમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનના શી જિનપીંગ, રશિયાના વ્લાદીમીર પુટિન પાકિસ્તાનના શાહબાઝ શરીફ સહિતના નેતાઓનો સમાવેશ થાય છે. આ સમીટ વૈશ્ર્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર સામ-સામે સંવાદ કરવાની તક પૂરી પાડે છે.
એસસીઓની છેલ્લી સીધી કોન્ફરન્સ 2019માં કિર્ગિસ્તાનના બિશ્કેકમાં યોજાઈ હતી. તે પછી 2020ની મોસ્કો કોન્ફરન્સ કોવિડ-19 રોગચાળાને કારણે ડિજીટલ ફોર્મેટમાં ઓનલાઈન યોજાઈ હતી, જયારે 2021ની કોન્ફરન્સ દુશાન્બેમાં મિશ્ર સ્વરૂપમાં એટલે કે પ્રત્યક્ષ અને ઓનલાઈન સ્વરૂપે યોજાઈ હતી. એસસીઓની શરૂઆત જૂન 2001માં શાંધાઈમાં થઈ હતી. તેમાં છ સ્થાપક સભ્યો સહિત આઠ પૂર્ણ-સમયના સભ્યો છે. સ્થાપક સભ્ય દેશોમાં ચીન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, રશિયા, તાજીકિસ્તાન અને ઉઝબેકિસ્તાન છે. ભારત અને પાકિસ્તાન 2017માં પૂર્ણ સમયના સભ્યો તરીકે જોડાયા. એસસીઓના નિરીક્ષક દેશોમાં અફઘાનીસ્તાન, બેલારૂસ અને મંગોલિયાનો સમાવેશ થાય છે, જયારે સંવાદ ભાગીદારો કંબોડીયા, નેપાળ, શ્રીલંકા, તુર્કી, આર્મેનિયા અને અઝરબૈજાન છે.ભારત, ચીન અને રશિયાના નેતાઓ પર વિશ્ર્વની નજર