INS વાલસુરામાંથી 08 સપ્ટેમ્બર ના રોજ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં વિશેષતા પૂર્ણ કર્યા પછી ડાયરેક્ટ એન્ટ્રી ઇલેક્ટ્રિકલ મિકેનિક (DEEM) કોર્સના તાલીમાર્થીઓ પાસ આઉટ થયા હતા. ભારતીય નૌકાદળના 318, કોસ્ટ ગાર્ડના 27 નાવિક અને મ્યાનમાર નેવીના ત્રણ ખલાસીઓએ સફળતાપૂર્વક અભ્યાસક્રમ પૂર્ણ કર્યો હતો. તાલીમાર્થીઓએ ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ સંબંધિત વિવિધ વિષયો પર તકનીકી તાલીમ લીધી હતી. તાલીમ અભ્યાસક્રમમાં નિયમિત શારીરિક અને આઉટડોર પ્રવૃત્તિઓનો પણ સમાવેશ થાય છે, જેનો હેતુ સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કરવાનો છે.
રીઅર એડમિરલ સુબાશીષ ગંતાયેત, એડીજી (ટેક), પ્રોજેક્ટ સીબર્ડે પાસિંગ-આઉટ પરેડની સમીક્ષા કરી હતી. તેમણે તાલીમાર્થીઓની પ્રશંસા કરી અને તેમને ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજીના ક્ષેત્રોમાં નવીનતમ તકનીકી વિકાસથી વાકેફ રહેવાની સલાહ આપી હતી. ‘બેસ્ટ ઓલ રાઉન્ડ સેઈલર’ માટે એડમિરલ રામનાથ ટ્રોફી નીતિશ સૈની, DEEM ને આપવામાં આવી હતી અને ‘બેસ્ટ સ્પોર્ટ્સમેન’ માટે કમાન્ડિંગ ઓફિસર INS વાલસુરા ટ્રોફી હરીશ કુમાર MK DEEM ને એનાયત કરવામાં આવી હતી.