ગઈકાલે રાત્રિથી જામનગર સહિત હાલાર પંથકના કેટલાંક વિસ્તારોમાં મેઘરાજાનો મુકામ રહ્યો હતો.
છેલ્લાં થોડા દિવસોથી બફારો અને ગરમીભર્યા વાતાવરણ વચ્ચે ગઈકાલે ખંભાળિયા સહિત કેટલાંક શહેરોમાં વરસાદ બાદ આજે દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં ભારે પવન સાથે વરસાદ થયો હતો. ગ્રામ્ય પંથકમાં ભારે પવન સાથે મેઘરાજાની પધરામણીથી લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી હતી.