Monday, December 23, 2024
Homeઆંતરરાષ્ટ્રીયઅમેરિકન ડોલર 20 વર્ષની ટોચે

અમેરિકન ડોલર 20 વર્ષની ટોચે

- Advertisement -

રશિયાએ યુરોપિયન સંઘને આપવામાં આવતા ગેસનો પુરવઠો ચાલુ નહિ કરતા યુરો ડોલર સામે વધુ એક નીચા સ્તરે પટકાયો છે. યુરો નબળો પડતાં અમેરિકન ડોલર ખુલતી બજારે આજે 2002 પછીના સૌથી ઉંચી સપાટીએ પહોંચી ગયો છે. વિશ્વના છ મુખ્ય ચલણ સામે અમેરિકન ડોલરનું મૂલ્ય નક્કી કરતો ડોલર ઇન્ડેક્સ અત્યારે 110.23ની સપાટી ઉપર છે જે છેલ્લે 2002 માં અહી જોવા મળ્યો હતો. ડોલરના મૂલ્યમાં વધારો સૂચવે છે કે લોકો જોખમ છોડી સલામતીને પ્રાથમિકતા આપી રહ્યા છે. ગત સપ્તાહે ફેડરલ રિઝર્વ વ્યાજ દરોમાં આક્રમક વધારો ચાલુ રાખશે એવા ચેરમેન પોવેલના નિવેદન પછી ડોલરમાં તેજી આક્રમક બની છે. આજે ખુલતી બજારે ડોલર સામે યુરો 0.99, પાઉન્ડ 1.14 અને યેન 140.31 ની સપાટી ઉપર છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular