દર વર્ષે ત્રણ સપ્ટેમ્બરે રાષ્ટ્રિય ગગનચુંબી ઇમારત દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વમાં એવી કેટલીયે આસમાનને આંબતી ઈમારતો આવેલી છે. જે એન્જીનિયરીંગ અને આર્કિટેકસની કલાના દર્શન કરાવે છે. આ ઇજનેરી કૌશલ્યને સન્માન આપવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિશ્ર્વના મશહુર આર્ટિકેટ લુઇ સુલીવનની જન્મજયંતિ નિમિત્તે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 1885માં શિકાગોમાં તેમણે વિશ્વની પહેલી ગગનચુંબી ઇમારત બનાવી હતી. જેની ઉંચાઇ 42 મિટર હતી. આ ઉપરાંત તેમણે અનેક બિલ્ડીંગ સેન્ટર અને ઓડિટરોરિયમના નિર્માણ કર્યા. જે તે સમયે કોઇ ચમત્કારથી ઓછા ન હતા. અહીં વિશ્વની કેટલીક સૌથી ઉંચી પ્રસિધ્ધ ઇમારતોની તસ્વીર પ્રસ્તુત કરી છે.