જામનગર મહાનગરપાલિકા દ્વારા ગણપતિ વિસર્જન માટે આ વખતે જુદા-જુદા બે સ્થળે વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે, અને મોટા કદના બે વિસર્જનકુંડ નું નિર્માણ કરાયું છે, જેમાં ગણપતિનું મૂર્તિ ની વિસર્જનની પ્રક્રિયાઓ આજ થી શરૂ કરી દેવામાં આવી છે, અને બન્ને કુંડમાં પ્રથમ દિવસે ગણપતિની 23 મૂર્તિ વિસર્જિત કરી દેવામાં આવી છે. જેના માટે મહાનગરપાલિકા દ્વારા બંને વિસર્જન કુંડ પર અંતિમ પૂજા વ્યવસ્થા તથા તરવૈયાની ટીમ વગેરેને તહેનાતમા રાખવામાં આવી છે.
જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડી દ્વારા જામનગર શહેરમાં ગણેશ મહોત્સવ સારી રીતે ઉજવાય, જેની સાથે-સાથે ગણપતિની મૂર્તિઓનું વિસર્જન પણ મોટા પ્રમાણમાં કરી શકાય, અને માનવ નિર્મિત વિસર્જન કુંડ માંજ વિસર્જીત થાય, તેના ભાગરૂપે આ વખતે સૌપ્રથમ વખત અલગ-અલગ જુદા- જુદા બે વિસર્જન કુંડ બનાવાયા છે.
એક જામનગર રાજકોટ રોડ પર હાપા નજીક તેમજ હાપા માર્કેટિંગ યાર્ડ રોડ પર રાધિકા સ્કૂલ નજીક બીજો વિસર્જન કુંડ તૈયાર કરાયો છે. ઉપરોક્ત બંને સ્થળે 50 મીટર લંબાઈના અને 20 મીટર પહોળાઈ ના તથા આઠ ફૂટ ઊંડા બનાવીને તેમાં મોટું પ્લાસ્ટિક પાથરી દેવામાં આવ્યું છે. ઉપરાંત સમગ્ર વિસર્જન કુંડ ને ત્રણ સાઈડથી બેરિગેટિંગ કરીને કવર્ડ કરી લેવાયું છે. આ સ્થળે ગણપતિની મૂર્તિ વિસર્જન કરવા માટે આવનારા ગણેશ ભક્તો માટે અંતિમ પૂજા કરી શકાય તે માટે જુદા-જુદા ટેબલ સહિતની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે અને તરવૈયાઓ સહિતની ટિમ ને તૈનાત રાખવામાં આવી છે. ઉપરાંત લોકોને પીવાનું પાણી મળી રહે તેની તકેદારી રાખવાની સાથે-સાથે રાત્રિના અંધારૂં થાય તો લાઇટિંગની પણ સુવિધા પ્રાપ્ત કરવામાં આવી છે.
દરમિયાન જામનગર શહેરના ગણેશ ભક્તો કે જે લોકોએ પોતાના રહેઠાણ અથવા અન્ય વિસ્તારમાં એક દિવસ માટેના ગણપતિ બાપાનું સ્થાપન કર્યું હતું, તેવી કુલ 23 મૂર્તિઓ વિસર્જન માટે આવી હતી, અને ગણેશ ભક્તો દ્વારા પૂજા વિધિ કર્યા પછી વિસર્જન કરાવ્યું હતું. જેના માટે જામનગર મહાનગરપાલિકાના તરવૈયાઓ સાથેની ટીમ મદદના જોડાઈ હતી.હાપા રાજકોટ રોડ પર આવેલા વિસર્જન કુંડમાં મૂર્તિ વિસર્જિત થઈ હતી, જ્યારે રાધિકા સ્કૂલ નજીકના માર્કેટિંગ યાર્ડ વાળા રોડ પર આવેલા વિસર્જનકુંડમાં પાંચ મૂર્તિ પ્રથમ દિવસે વિસર્જિત થઈ હતી. સમગ્ર વિસર્જન કુન્ડની પ્રક્રિયા ની દેખરેખ મ્યુની કમિશનર વિજયકુમાર ખરાડીના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ ડીએમસી ભાવેશ જાની
ઉપરાંત નાયબ ઇજનેર રાજીવ જાની તેમજ ચેતન સંગાણી, હિરેન સોલંકી અર્જુનસિંહ જાડેજા, સૂચિત જાની વગેરે જહેમત લઈ રહ્યા છે અને ગણપતિ વિસર્જનની પ્રક્રિયા અનંત ચતુર્દશી સુધી અવિરત ચાલુ રખાશે.