બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનું ભારતમાં એક અલગ જ મોટુ ફેન ફોલોઈંગ છે. ભારત બહારના લોકો પણ તેમને ખૂબ પ્રેમ અને આદર આપે છે.અમિતાભ બચ્ચનને માત્ર બોલિવૂડના બાદશાહ કહેવાતા નથી. તેમની તબિયત સહેજ બગડતા જ હજારો હાથ પ્રાર્થના માટે ઉભા થઇ જાય છે. તેમની એક ઝલક માટે રવિવારે તેમના ઘરની બહાર ભારે ભીડ એકઠી થઇ જાય છે.
ત્યારે હવે યુએસએનો એક પરિવાર ચર્ચામાં છે. આ પરિવારે અમિતાભ બચ્ચનને ભગવાનનો દરજ્જો આપ્યો છે. યુએસએનો આ પરિવાર અમિતાભ બચ્ચન પર એટલો વિશ્વાસ કરે છે કે, તેમના ઘરની બહાર તેમની પ્રતિમા લગાવવામાં આવી છે.
અમિતાભ બચ્ચનની આ પ્રતિમાને જોવા માટે ઘણી ભીડ ઉમટી પડી હતી. આ પરિવારે એક વેબસાઈટ પણ બનાવી છે જેનું નામ અમિતાભ બચ્ચન છે. આમાં તેમના ટ્વિટ્સ, સમાચાર, પોસ્ટ વગેરે મૂકી છે. તેમણે શનિવારે પોતાના નવા ઘરની બહાર અમિતાભ બચ્ચનની પ્રતિમાને સ્થાપિત કરી હતી. ગોપી શેઠ નામના એકાઉન્ટ પર તસવીરો શેર કરી જેમાં લખ્યુ છે કે, આ ઉદ્ઘાટનમાં ઘણા લોકોએ ભાગ લીધો હતો.