રિલાયન્સ જિયાની ફાઈવ-જી સર્વિસિઝ દિવાળી સુધીમાં દેશના મેટ્રો શહેરોમાં શરૂ થઈ જશે અને કંપની ફાઈવ-જી સર્વિસિઝ ક્ષેત્રે રૂ.2,00,000 કરોડનું જંગી રોકાણ કરશે. આ સાથે કંપની તેના ઓઈલ થી કેમિકલ્સ (ઓ ટુ સી) બિઝનેસ ક્ષમતાના વિસ્તરણ માટે રૂ.75,000 કરોડનું રોકાણ કરશે એમ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની યોજાયેલી 45મી વાર્ષિક સામાન્ય સભા (એજીએમ)માં કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર મુકેશ અંબાણીએ વિવિધ બિઝનેસોમાં મહત્વાકાંક્ષી યોજના જાહેર કરતાં જણાવ્યું હતું.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ગ્રીનર ફયુલ સ્ત્રોતો તરફ વળવા પ્રતિબદ્વ હોવાનું જણાવી તેમણે કહ્યું હતું કે, રિલાયન્સ પાવર ઈલેક્ટ્રોનિક્સ માટે નવી ગીગાફેકટરીનું નિર્માણ કરશે. જે ટેલીકોમ્યુનિકેશન્સ, ક્લાઉડ કોમ્પ્યુટીંગ અને ઈન્ટરનેટ ઓફ થિંગ્સ (આઈઓટી) પ્લેટફોર્મ્સ માટે એફોર્ડેબલ અને વિશ્ર્વસનિય પાવર ઈલેક્ટ્રોનિક્સની ડિઝાઈન અને મેન્યુફેકચરીંગ કરશે. ગત વર્ષે કંપનીએ જામનગરમાં ધીરૂભાઈ અંબાણી ગ્રીન એનજીે ગીગા સંકુલ સ્થાપવાનું જાહેર કર્યું હતું. કંપની ફોટોવોલેટીક સેલ્સ, એનજીે સ્ટોરેજ, ગ્રીન હાઈડ્રોજન અને ફયુલ સેલ સિસ્ટમ્સ માટે ચાર ગીગા ફેકટરીઓનું નિર્માણ કરવા જઈ રહી છે. જેમાં આગળ વધીને આજે અંબાણીએ પાવર ઈલેક્ટ્રોનિક્સ માટે નવી ગીગા ફેકટરી સ્થાપવાનું જાહેર કર્યું હતું. જે ગ્રીન એનજીેની સંપૂર્ણ વેલ્યુ ચેઈનને સાંકળી લેતા કોમ્પોનન્ટસનો મહત્વનો ભાગ છે. કંપની જામનગરમાં સંપૂર્ણ ઈન્ટીગ્રેટેડ નવા એનજીે મેન્યુફેકચરીંગ ઈકોસિસ્ટમ સ્થાપવા રૂ.75,000 કરોડનું રોકાણ કરશે.
રિલાયન્સની એજીએમમાં મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, તેમના સંતાનો આકાશ, ઈશા અને અનંત આત્મવિશ્ર્વાસપૂર્વક ગુ્રપના વિવિધ બિઝનેસોમાં નેતૃત્વ સંભાળી રહ્યા છે. આકાશ અંબાણી જિયોમાં અને ઈશા અંબાણી રિલાયન્સ રીટેલમાં નેતૃત્વ સંભાળી રહ્યા છે, જ્યારે અનંત અંબાણી ગ્રુપ ના નવા એનજીે બિઝનેસમાં ખૂબ જ ઉત્સાહ સાથે જોડાયા હોવાનું મુકેશ અંબાણીએ જણાવ્યું હતું.રિલાયન્સ વર્ષ 2025 સુધીમાં 20 ગીગાવોટ સોલાર એનજીે ઉત્પાદન ક્ષમતા સ્થાપશે. જેનો સંપૂર્ણ ઉપયોગ કંપની ગ્રીન હાઈડ્રોજન માટે તેની રાઉન્ડ ધ ક્લોક પાવર અને ઈન્ટરમીટેન્ટ એનજીેની સ્વજરૂરીયાત માટે કરશે. જામનગર ખાતે 10 ગીગાવોટની ઉત્પાદન ક્ષમતા વર્ષ 2024 સુધીમાં શરૂ થઈ જશે, ત્યાર બાદ આ ઉત્પાદન ક્ષમતા વધારીને વર્ષ 2026 સુધીમાં 20 ગીગાવોટ કરાશે.
ઓકટોબર 2021માં રિલાયન્સની સબસીડિયરી રિલાયન્સ ન્યુ એનજીે સોલાર દ્વારા નોર્વેની આરઈસી સોલાર હોલ્ડિંગ્સને 77.10 કરોડ ડોલરના એન્ટરપ્રાઈસ વેલ્યુએ ચાઈના નેશનલ બ્લુસ્ટાર(ગ્રુપ ) કંપની પાસેથી હસ્તગત કરવામાં આવી છે. જે અત્યારે વાર્ષિક 1.8 ગીગાવોટ સોલાર પેનલ્સનું ઉત્પાદન કરી શકે છે. જે વિશ્વભરમાં 10 ગીગાવોટની સોલાર પાવર ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. કંપની સોલાર પેનલ્સમાં ઉપયોગમાં લેવાતાં ફોટોવોલેટિક સેલ્સની લાઈફ અત્યારના 25 વર્ષથી વધારી 50 વર્ષ કરવાનો ઉદ્દેશ ધરાવે છે. ઓઈલ એન્ડ ગેસ બિઝનેસ બાબતે અંબાણીએ કહ્યું હતું કે, જ્યારે એમજે ફૂવામાંથી ઉત્પાદન શરૂ થશે, ત્યારે દેશના કુલ નેચરલ ગેસ ઉત્પાદનમાં કેજી-ડી6 બ્લોક 30 ટકા જેટલો હિસ્સો આપતો થશે.
રિલાયન્સ જિયો અને રિલાયન્સ રીટેલના ઈનિશિયિલ પબ્લિક ઓફરીંગ-આઈપીઓ બાબતે મુકેશ અંબાણીએ કંપનીની આગામી વર્ષની એજીએમમાં જણાવશે એમ કહ્યું હતું. અલબત રિલાયન્સ એમ્પાયરમાં નવી પેઢીને સુકાન સોંપવામાં આગળ વધીને આજે મુકેશ અંબાણીએ પુત્રી ઈશા અંબાણીને ગુ્રપના રીટેલ સાહસ રિલાયન્સ રીટેલનું સુકાન સોંપવામાં આવ્યાનું જાહેર કર્યું હતું. રિલાયન્સ જિયોનું સુકાન સંભાળી રહેલા પુત્ર આકાશ અંબાણીએ જણાવ્યું હતું કે, જિયો ફાઈવ-જીમાં કૃષિ, આરોગ્ય સેવા અને શિક્ષણ સહિતના ઘણા ક્ષેત્રો માટે અનંત સંભાવના અને ટેકનોલોજી પડેલી છે. જે ક્ષેત્રોમાં માનવતાની સેવા કરવા અને આપણા કરોડો નાગરિકોના જીવનને સુધારવા માટે રિલાયન્સ જિયો ઉત્સાહિત છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના રીટેલ સાહસ રિલાયન્સ રીટેલ હવે ફાસ્ટ મુવિંગ કન્ઝયુમર ગુડ્ઝ (એફએમસીજી) સેગ્મેન્ટમાં ઝંપલાવવાની તૈયારીમાં હોવાનું કંપનીની એજીએમમાં ડિરેકટર ઈશા અંબાણીએ જણાવ્યું હતું.
આ વિશે ઈશાએ વધુ કહ્યું હતું કે, કંપનીનો આ બિઝનેસમાં ઉદ્દેશ એવી પ્રોડક્ટસ વિકસાવવાનો છે કે જે ઉચ્ચ ગુણવતાની અને પરવડે એવી હોય અને દરેક ભારતીયની રોજીંદી જરૂરીયાતોને પૂરી કરી શકાય. એફએમસીજી ક્ષેત્રે પ્રવેશ રિલાયન્સ રીટેલના પ્રવેશ સાથે એફએમસીજી જાયન્ટ્સ હિન્દુસ્તાન યુનિલિવર, નેસ્લે, બ્રિટાનીયા વગેરે કંપનીઓ સાથે કંપની સ્પર્ધામાં ઉતરશે.આ ઉપરાંત રિલાયન્ટ રીટેલ ભારતભરના આદિવાસીઓ અને અન્ય સીમાંત સમુદાયો દ્વારા ઉત્પાદિત ગુણવતાયુક્ત ચીજોનું વેચાણ શરૂ કરશે.