પશ્ચિમ મધ્ય રેલવેના ગુના-મક્સીસેક્શનમાં ભારે વરસાદને કારણે પાર્વતી નદીના જળસ્તરમાં વધારો થવાને કારણે 28ઓગસ્ટના રોજ ઓખાથી ઊપડતી ઓખા-ગોરખપુર એક્સપ્રેસ ટ્રેન આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા અનુસાર, ઉપરોક્ત ટ્રેન ડાયવર્ટકરેલા રૂટ વાયાનાગદા, કોટા, રૂથિયાઈ, બીના થઈને દોડશે. જે સ્ટેશનો પર આ ટ્રેન નહીં જાય તેમાં ઉજ્જૈન, મકસી અને બિયાવરા રાજગઢ સ્ટેશનનો સમાવેશ થાય છે. મુસાફરોને ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરવા અને ટ્રેનોના સંચાલનને લગતી નવીનતમ અપડેટ્સ માટેwww.enquiry.indianrail.gov.inની મુલાકાત લેવા રેલવેની યાદી જણાવે છે.