આગામી તા. 28 ઓગસ્ટના રોજ સાંજે 6થી 8 દરમિયાન ધન્વંતરી ઓડિટોરીયમ-જામનગર ખાતે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઇ કગથરા, સ્ટે. ચેરમેન મનિષભાઇ કટારીયા, સિડઝ એન્ડ ગ્રેઇન મરચન્ટ એસો. જામનગરના પ્રમુખ જીતુભાઇ લાલ, દેશદેવી સમાચાર એડિટર પ્રધ્યુમનસિંહ જાડેજા, ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજા, જામનગર ડીવાયએસપી એચ.ઓ. મહેન્દ્રસિંહ સોલંકી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા અલગ – અલગ સરકારી વિભાગમાં સરકારી કર્મચારીની ભરતી માટે પ્રવેશ પરીક્ષાઓ લેવામાં આવે છે, ત્યારે આ સ્પર્ધાત્મક પરીક્ષામાં જામનગરના અસંખ્ય વિદ્યાર્થીઓ પરિક્ષાર્થી તરીકે બેસતા હોય છે… આવા વિદ્યાર્થીઓને ઉત્તીર્ણ થવા માટે યોગ્ય માર્ગદર્શન ન્યુતમ ફી સાથે મળી રહે તેવા હેતુથી જામનગરમાં શિક્ષણ ક્ષેત્રે છેલ્લા 35 વર્ષથી કાર્યરત એવી બિલીયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને એમિનેન્સ પ્લસ સાથે સ્પર્ધાત્મક પરીક્ષા માટે 17 વર્ષથી સતત માર્ગદર્શન આપતા પાર્થ પંડયા અને તેમની ટીમને સાથે રાખી વર્ગો શરૂ કરવામાં આવ્યા છે.
આ વર્ગોમાં સરકાર દ્વારા લેવાતી 16 જેટલી પરીક્ષાઓ જેવી કે, યુપીએસસી, એસએસસી, સીજીએલ/સીએચએસએલ, જીપીએસસી કલાસ-1,2, પીઆઇ, ડે. એસઓ/ડે. મામલતદાર, એસીએફ/આરએસઓ, સ્ટેટ ટેકસ ઇન્સ્કેપટર, ઓફિસ સુપ્રિટેન્ડન્ટ, ચીફ ઓફિસર, પીઆરબી, પીએસ, એએસઆઇ, કોન્સ્ટેબલ, જીએસએસબી, ડે. ચિટનીશ, તલાટી-કમ-મંત્રી, રેવન્યુ સિનિયર/જુનિયર કલાર્ક, ગ્રામ સેવક, સ્ટેટ-1/2, બેંકીંગ પીઓ કલાર્ક સહિતની પરીક્ષાઓનું માર્ગદર્શન આપવામાં આવે છે. ગત પોલીસ પરીક્ષામાં 57 કોન્સ્ટેબલ તથા 17 પી.એસ.આઈ., એસ.એસ.સી. પરીક્ષામાં 42 વિદ્યાર્થીઓએ સફળતાથી પરીક્ષા ઉત્તિર્ણ કરી છે.
આ વર્ગમાં પરીક્ષાર્થીઓને,સચોટ માર્ગદર્શન સાથે ન્યુનતમ ફી ધોરણ રાખવામાં આવી છે. આ ઉપરાંત અદ્યતન ક્લાસરૂમ સાથે વિશાળ લાયબ્રેરીની સુવિધા, નિયમિત ટેસ્ટ સાથે પર્સનાલીટી ડેવલોપમેન્ટ અને ઈન્ટરવ્યુ માટેની સંપૂર્ણ તાલીમ વિદ્યાર્થીઓના વાંચન, ડાઉટસ અને ડીફીકલ્ટીસ માટેના સઝેશન સાથે સંપૂર્ણ દેખરેખ માટેની અનુભવી ટીમ ઉપરાંત પરીક્ષા પાસ કરેલ અનેક વિદ્યાર્થીઓ સાથે પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે સેમિનારોનો આયોજન કરવામાં આવ્યા છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં જોડાવા ઈચ્છુક વિદ્યાર્થીઓ માર્ગદર્શન માટે આ સેમિનારમાં ભાગ લઈ ડાઉટ્સ ક્લિયર કરી શકે છે. તેમ બ્રિલિયન્ટસ ગ્રુપ ઓફ સ્કૂલ્સના ચેરમેન અને આયોજક અશોક ભટ્ટની યાદી જણાવે છે.