Tuesday, December 24, 2024
Homeરાજ્યભાણવડના કૃષ્ણગઢમાં બાળકની ગળેફાંસો ખાઈ આત્મહત્યાથી અરેરાટી

ભાણવડના કૃષ્ણગઢમાં બાળકની ગળેફાંસો ખાઈ આત્મહત્યાથી અરેરાટી

વાડી વિસ્તારમાં ખેતમજૂરી કરતાં પરિવારમાં શોકનું મોજું : સુરજકરાડીમાં ઝેરી જનાવર કરડી જતાં પ્રૌઢનું મોત

- Advertisement -

ભાણવડ તાલુકાના કૃષ્ણગઢ ગામની સીમમાં ખેતમજૂરી કરતા પરિવારના 12 વર્ષના બાળકે કોઇ કારણસર ગળેફાંસો ખાઈ લેતા તેનું મોત નિપજ્યું હતું. ઓખા મંડળના સુરજકરાડીમાં રહેતા પ્રૌઢને પગમાં ઝેરી જનાવર કરડી જતાં જામનગરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવ અંગેની વિગત મુજબ, પ્રથમ બનાવ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના કૃષ્ણગઢ ગામની સીમમાં રહેતા અને એક આસામીની વાડીમાં મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશ રાજ્યના ધારા જિલ્લાના ટાડા તાલુકાના વતની એવા એક પરિવારના સલુ સુરસિંગ અલાવા નામના 12 વર્ષના આદિવાસી બાળકે ગઈકાલે મંગળવારે બપોરના સમયે કોઈપણ કારણોસર ગળાફાંસો ખાઈ જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ ધારુભાઈ સુરસીંગ અલાવા (ઉ.વ. 35) એ ભાણવડ પોલીસને કરી છે. જે સંદર્ભે આગળની તપાસ સ્થાનિક પીએસઆઇ દ્વારા હાથ ધરવામાં આવી છે.
બીજો બનાવ, ઓખા મંડળના મીઠાપુર તાબેના સુરજકરાડી વિસ્તારમાં રહેતા વિજયભાઈ બાબુભાઈ પટેલ નામના 55 વર્ષના આધેડના પગમાં ઝેરી જનાવર કરડી જતા તેમને વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગેની જાણ મૃતકના પત્ની સરોજબેન વિજયભાઈ પટેલ દ્વારા મીઠાપુર પોલીસને કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular