જામનગર તાલુકાના ગોરધનપર ગામ નજીકથી પોલીસે રેઈડ દરમિયાન તીનપતિનો જૂગાર રમતા પાંચ શખ્સોને ઝડપી લઇ રોકડ અને મુદ્દામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. લાલપુરના ટેભડામાંથી પોલીસે રેઈડ દરમિયાન જૂગાર રમતા છ શખ્સોને ઝડપી લીધા હતાં. શેઠવડાળાના વનાણા ગામમાંથી પોલીસે જૂગાર રમતા છ શખ્સોને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગર શહેરમાં શંકરટેકરી અને રણજીતસાગર રોડ વિસ્તારમાંથી પોલીસે 12 શખ્સોને જૂગાર રમતા શખ્સોને પોલીસે ઝડપી લીધા હતાં.
જુગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર તાલુકાના ગોરધનપરમાં ગ્રીનવીલા સોસાયટી શેરી નં.1 માં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન મિલન અશ્વિન ગુટકા, નારણ કેશુ સોલંકી, સાગર ભરત દવે, મચ્છા મુળુ બાંભવા અને તેજા બાવા બાંભવા નામના પાંચ શખ્સોને રૂા.12,200 ની રોકડ અને રૂા. 11,000 ની કિંમતના ચાર મોબાઇલ તથા 35 હજારની કિંમતનું મોટરસાઈકલ મળી કુલ રૂા. 58,200ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, લાલપુર તાલુકાના ટેભડા ગામમાં તીનપતિનો જૂગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન ડાયા વાલા રાઠોડ, અનિલ વીરા ગમારા, હસમુખ ધના વાધ, વિજય ચના રાઠોડ, ભીમા લાખા રાઠોડ અને મનસુખ પીઠા વાઘ નામના છ શખ્સોને રૂા.10,650 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો દરોડો, શેઠવડાળા તાલુકાના વનાણા ગામમાં દરબારગઢ વિસ્તારમાં જાહેરમાં જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન તીનપતિ રમતા રણમલ હમીર બેરા, હરસુખ લીમ્બા ઝીંઝુવાડિયા, રાજેશ જેશા કરંગીયા, વજશી પોલા ગાજરોતર, કાના રામા કરમુર, દિનેશ માલદે વસરા નામના છ શખ્સોને રૂા.2375 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ચોથો દરોડો, જામનગર શહેરમાં શંકરટેકરી સુભાષપરા શેરી નં.2 માં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન શૈલેષ વશરામ વાઘેલા, વિપુલ શાંતિલાલ લીંબળિયા, રવિ રમેશ જાખલિયા અને પરેશ વિનુ રાઠોડ નામના ચાર શખ્સોને ઝડપી લઇ રૂા.10,240 ની રોકડ અને ગંજીપના કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પાંચમો દરોડો, જામનગર શહેરમાં રણજીતસાગર રોડ પર મહાવીરનગર વિસ્તારમાં તીનપતિનો જૂગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન ભાવિન લાલજી વાઘેલા, જયદીપ રમેશ ઢાકેચા, કિરણ ગોવિંદ પરમાર, મયુર હસમુખ વાઘેલા, સુનિલ નવીન વાણીયા, જીતેન્દ્ર રાજુ ચાવડા, પાર્થિવ મહેશ પરમાર અને વિવેક વિજય વાઘેલા નામના આઠ શખ્સોને રૂા.12,600 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.