કાલાવડ તાલુકામાં આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત પોલીસ દ્વારા તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાલાવડ ટાઉન પોલીસ અને ગ્રામ્ય પોલીસ સ્ટેશન સ્ટાફ તેમજ હોમગાર્ડના જવાનો યાત્રામાં મોટીસંખ્યામાં જોડાયા હતા. કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનથી આ તિરંગાયાત્રાનો પ્રારંભ થયો હતો જે મુખ્ય માર્ગો પર ફરી હતી. તિરંગા યાત્રા દરમિયાન કાલાવડમાં રાષ્ટ્ર ભક્તિનું વાતાવરણ છવાયું હતું