જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડ સાત રસ્તા ખાતે લોક મેળો 2022નું આયોજન હાથ ધરવામાં આવ્યું છે આજે બપોરે નાયબ કમિશનર એ.કે.વસ્તાણીની અધ્યક્ષતામાં રાઈટના સંચાલકો સાથે એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ રાઈડસના ધારકોને સુચના પાઠવવામાં આવી હતી કે મેળામાં રાઈડસના ભાવોની તખ્તી લગાડવાની રહેશે તેમજ નક્કી કરેલા ભાવ મુજબ લોકમેળામાં આવતા લોકો પાસેથી નિયત દર વસૂલી શકાશે જો નક્કી કરેલા ભાવ કરતા વધારે ટિકિટના દર લેતા માલૂમ પડશે તો કોઈપણ શિમય ધારકને જામનગર મહાનગરપાલિકા દ્વારા નોટિસ ફટકારી તેની તમામ શિમયત બંધ કરવામાં આવશે રાઈડસના ભાવની અમલવારી શ્રાવણી લોકમેળામાં નિયમ મુજબ કરવાની રહેશે તેમ એક યાદીમાં જણાવ્યું છે.