કાશ્મીરમાં સતત ગુંજતા રાષ્ટ્ર ભક્તિના ગીતો, દરેક ઘર પર લહેરાતો તિરંગો, અને હિન્દુસ્તાન જિંદાબાદના ગૂંજતા સૂત્રોચ્ચારથી આતંકીઓ હચમચી ગયા છે. પરિણામે આતંકીઓ દ્વારા લોકોમાં સતત ભય ફેલાવવા સૈન્ય પર આતંકી હુમલા અને જનતાના ટાર્ગેટ કિલિંગમાં વધારો કરાયો છે. જમ્મુ-કાશ્મીર જ નહીં દિલ્હીમાં પણ આતંકી હુમલાના કાવતરાંની ઘટનાઓ વધી રહી છે. જોકે, સલામતી દળો સતત એલર્ટ રહેતાં મોટી દુર્ઘટના ટાળી શકાઈ છે. પારગલ ખાતે આર્મી છાવણી પર આત્મઘાતી હુમલાના 24 કલાકમાં આતંકીઓએ સલામતી દળો પર બીજો હુમલો કર્યો હતો.
કાશ્મીરના અનંતનાગ સ્થિત બિજબેહરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શુક્રવારે બપોરે આતંકીઓએ પોલીસ અને સીઆરપી એફની ટીમ પર ગોળીબાર કર્યો હતો. કાશ્મીરના રાજૌરી ખાતે પારગલ આર્મી કેમ્પ પર આતંકી ઓના આત્મઘાતી હુમલાની હજુ શ્યાહી પણ સુકાઈ નથી ત્યાં આતંકીઓએ અનંત નાગ સ્થિત બિજબેહરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શુક્રવારે બપોરે પોલીસ અને સીઆરપીએફની ટીમ પર ગોળીબાર કર્યો હતો.