Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરદિગ્જામ સર્કલ પાસેના રહેવાસીઓને રેલવે દ્વારા નોટિસ ફટકારાઇ

દિગ્જામ સર્કલ પાસેના રહેવાસીઓને રેલવે દ્વારા નોટિસ ફટકારાઇ

લોકોનું ટોળું ધારાસભ્યને રજૂઆત કરવા દોડી ગયું : ધારાસભ્ય દ્વારા હૈયાધારણા અપાઈ

- Advertisement -

જામનગર શહેરના દિગ્જામ સર્કલ પાસે આવેલા જુદા-જુદા વિસ્તારોમાં રહેતાં અસંખ્ય રહેવાસીઓને રેલવે દ્વારા તેમના મકાન ખાલી કરવાની આખરી નોટિસ ફટકારવામાં આવતાં લોકોનું ટોળું આજે ધારાસભ્યને રજૂઆત કરવા દોડી ગયું હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં દિગ્જામ સર્કલ નજીક હાલમાં જ ઓવરબ્રીજ બનાવવામાં આવ્યો હતો અને આ ઓવરબ્રીજનું લોકાર્પણ કરવામાં આવ્યા બાદ જામનગરના હાપા રેલવે ડીવીઝન દ્વારા દિગ્જામ સર્કલ પાસે આવેલા દેવનગર, જોગણીનગર, ગણપતનગર, સિધ્ધાર્થનગર, દલિત નગર અને હનુમાન ટેકરી જેવા વિસ્તારોમાં રહેતાં અનેક લોકોને તેમના મકાન ખાલી કરવા માટે આખરી નોટિસ ફટકારવામાં આવી હતી. જેના કારણે રહેવાસીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. જેને કારણે આ વિસ્તારના રહેવાસીઓએ આજે સવારે જામનગરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાને રૂબરૂ મળવા પહોંચ્યા હતાં અને તેમણે આ અંગે યોગ્ય કરવા વિનંતી કરી હતી. ધારાસભ્યએ લોકોની રજૂઆત સાંભળી અને આ સમસ્યાના નિરાકરણ માટે હૈયાધારણાં આપી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular