જામનગરમાં શહાદતના મહાન પર્વ મહોરમ માસ નિમિત્તે વાએઝ સહિતના આયોજનો મુસ્લિમ સમુદાય દ્વારા કરવામાં આવી રહ્યાં છે. તેમજ તાજીયા બનાવાની તૈયારીને પણ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
જામનગરના દરબારગઢ, બેડી સહિતના વિવિધ વિસ્તારોમાં મુસ્લિમ સમુદાય દ્વારા તાજીયા બનાવવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત વાએઝ, નિયાઝ વિતરણ, સરબત વિતરણ સહિતના આયોજનો પણ કરવામાં આવી રહ્યાં છે અને મહોરમની તૈયારી કરવામાં આવી રહી છે. વર્ષો પૂર્વે કરબલાના મેદાનમાં હઝરત ઇમામ હુશેનના 72 સાથીઓ ત્રણ દિવસ સુધી ભૂખ્યા-તરસ્યા રહ્યાં બાદ શહીદી વ્હોરી હતી. જેની શહાદતમાં મુસ્લિમ સમુદાય દ્વારા મહોરમ નું પર્વ મનાવવામાં આવે છે. મહોરમ પૂર્વે ઠેરઠેર વાહેઝ સહિતના આયોજનો થઇ રહ્યા છે. જામનગર શહેર માં આવેલ વાઘેરવાડામાં દર મોહરમ માસ નિમિતે પરંપરાગત આ ચોકારો લેવા માં આવે છે. હઝરત ઈમામ હુસૈન સાહેબ ની યાદ માં આ ચોકારો લેવા સુન્ની મુસ્લિમ વાઘેર જમાત દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.