જામનગરમાં હિન્દુ સેના દ્વારા સૌપ્રથમ વખત 10 દિવસીય સંસ્કૃત શિબીર એટલે કે, સંસ્કૃત સંભાષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હિન્દુ સેનાના ધર્માચાર્ય વિભાગના પ્રમુખ અને ઓમ સંસ્કૃત એકેડેમીના સ્થાપક ગુરુજી રવિ જોશીએ વર્ગના શિબિર શિક્ષક તેમજ સહશિક્ષક ડો. સિધ્ધાર્થ જૈન મુળ (જાપાન) આયુ. યુનિ. અને જયદેવ રાવલ દ્વારા શિબિરાર્થીઓને શિક્ષણ અપાયુ હતું. સનાતન ધર્મ સંસ્કૃતિના રક્ષણ માટે હંમેશા તત્પર રહેતી ગુજરાત હિન્દુ સેનાના અધ્યક્ષ પ્રતિક ભટ્ટના માર્ગદર્શનથી આ શિબીરમાં ભાગ લેનાર છાત્રોને પ્રમાણપત્રથી સન્માનીત કરી સમાપન સમારોહ કાર્યક્રમ યોજયો હતો.
હિન્દુ સેનાના સંસ્કૃત શિબિર સમાપન સમારોહમાં મુખ્ય મહેમાનો ડો. અનિલભાઇ ત્રિવેદી, સંસ્કૃત પ્રાધ્યાપક (એ.કે. દોશી મહિલા કોલેજ), સંસ્કૃત ભારતી જામનગર કેન્દ્ર તેમજ વિજય વાયડા ફેકલ્ટી સોશ્યલ વર્ક સંસ્કૃત લેકચરર, ડિપાર્ટમેન્ટ ઓફ ફીઝીકસ એજ્યુ., યોગાચાર્ય (એમ.એસ. યુનિ.)-વડોદરાના અધ્યક્ષસ્થાને આ સમાપન સમારોહનું દિપ પ્રાગટયથી શરુઆત કરી આવેલ મહેમાનોનું આરએસએસના સામાજિક સમસરતા અને સામાજિક સદ્ભાવનાના હોદેદાર વ્રજલાલ પાઠક, હિન્દુ જાગરણ મંચના જિલ્લા અધ્યક્ષ ભરતભાઇ ફલીયા, વિશ્ર્વ હિન્દુ પરિષદના જિલ્લા અધ્યક્ષ ભરતભાઇ ડાંગરીયા, એબીવીપીના નગર મંત્રી ઋત્વીકભાઇ પટેલ, મહાદેવ મિત્ર મંડળના રાજુભાઇ વ્યાસ (મહાદેવ), એલએનસીના સુરેશભાઇ જોશીની ખાસ ઉપસ્થિતીમાં જોડાયેલા સંસ્કૃત શિબીરાર્થીઓનુ સ્ન્માન કરી પ્રમાણપત્રો એનાયત કર્યા હતાં. જે દરમિયાન અધ્યક્ષસ્થાનેથી ડો. અનીલભાઇ દ્વારા આપવામાં આવેલ ઉદબોધનમાં આપણી સંસ્કૃતીમાં વેદ, પુરાણોમાં રહેલ સંસ્કૃતીના મહત્વને યાદ કરી ઉંડાણપૂર્વક ઢંઢોળેલુ હતું. તેમજ રાષ્ટ્રના ઉત્થાન માટે સંસ્કૃતિની સાથે સંસ્કૃતની પણ જરુરીયાત સમજાવી હતી. અંતમાં હિન્દુ સેના ગુજરાત અધ્યક્ષ પ્રતિક ભટ્ટે આજના યુગમાં શાસ્ત્ર અને શસ્ત્ર બન્નેની જરુરીયાત સમજાવતા જણાવ્યું હતું કે, બધા દેવી-દેવતાઓના હાથમાં શાસ્ત્ર અને શસ્ત્ર બન્ને હોય જ છે. તો પછી આપણે સનાતન ધર્મની રક્ષા કાજે શાસ્ત્ર અને શસ્ત્ર બન્નેથી ચાલવુ પડશે અને તે ગુજરાત હિન્દુ સેના પુરુ પાડશે. આ કાર્યક્રમનું સંચાલન મિતેશભાઇ (મહાદેવ કલાસીસ)એ કર્યું હતું. તેમજ આ સમારોહમાં હિન્દુ સેના જિલ્લા યુવા ઉપપ્રમુખ ધીરેન નંદા, શહેર પ્રમુખ દીપક પિલ્લાઇ, યુવા પ્રમુખ યેશાંક ત્રિવેદી, રાજકોટ પ્રભારી યોગેશ અમરેલીયા, કિશોર પટેલ, વિશાલ ખખ્ખર, કિશન નંદા, ભાવેશ ઠુમ્મર, ડો. મૃગેશ દવે, કોર્પોરેટર ક્રિષ્નાબેન દવે તથા ઓમ સંસ્કૃત એકેડેમીના હિતેશ રાવલ, હર્ષીલ ભટ્ટ, દેવાંગ જોશી, રાહુલ ભોગાયતા, વિશાલ દવે, ચિરાગ પારકડા, ફોરમબેન ભટ્ટ સહિતનાએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.