Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરલમ્પિ વાયરસના આક્રમણ સામે લાલ પરિવાર દ્વારા ગૌવંશ માટે મોબાઇલ વાનની સેવા

લમ્પિ વાયરસના આક્રમણ સામે લાલ પરિવાર દ્વારા ગૌવંશ માટે મોબાઇલ વાનની સેવા

એચ.જે. લાલ ચેરીટેબલ ટ્રસ્ટ અને કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશનના ઉપક્રમે ઔષધયુક્ત લાડવા, સારવાર માટે તેમજ અસરગ્રસ્ત પશુઓ માટે પીવાનું ઔષધ સાથે બે વેટરનરી ડોકટરોની સેવા આપવા મોબાઇલી એનિમલ એમ્બ્યુલન્સની સેવાનો પ્રારંભ

- Advertisement -

જામનગર પંથકમાં ગૌવંશમાં તિવ્ર ઝડપે ફેલાય રહેલા લમ્પી વાયરસ સામે અબોલ પશુઓને રક્ષ્ાણ આપવા હિરદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશનના ઉપક્રમે શહેરમાં મોબાઈલ એનીમલ ડીસ્પેન્સરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

- Advertisement -

શહેરમાં ગૌવંશને લપેટમાં લઈ રહેલા આ વાયરસ સામે પશુઓને સુરક્ષ્ાા ક્વચ મળી રહે તેવા ઉદેશ સાથે લાલ પિરવારના આ બન્ને ટ્રસ્ટો દ્વારા ઔષધયુક્ત લાડવા બનાવીને ગૌવંશને ખોરાક તરીકે આપવામાં આવે છે સાથે જ વાયરસ નાશ પામે તે માટે ફટકડીવાળા ઔષધી સાથેના પાણીથી ગૌવંશને સ્નાન કરાવવું, સ્પ્રે રૂપે છાંટવાની પ્રવૃતિ પણ હાથ ધરવામાં આવી છે, સાથે ગૌવંશને સાકરનું પાણી પણ પીવડાવવામાં આવી રહ્યું છે.

આ અંગે વધુ વિગતો આપતા સંસ્થાના ટ્રસ્ટી જીતુભાઈ લાલે જણાવ્યું હતું કે શહેરમાં ગૌવંશને લમ્પી રોગથી બચાવવા માટે શરૂ કરાયેલા આ અભિયાનમાં બે વેટરનરી ડોકટરો સાથેની મોબાઈલ એનીમલ એમ્બ્યુલન્સ જેવું ખાસ વાન શહેરના જુદા-જુદા વિસ્તારોમાં લમ્પી વાયરસ સાથે ગૌવશંને ઉગારવા માટે સવારે 10 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી કાર્યરત કરવામાં આવ્યું છે અને જરૂર પડયે આ વાનની સેવાનો સમય વધારવા માટે પણ અમે પ્રયાસરત રહીશું.
શહેરના કોઈપણ વિસ્તારમાં ગૌવંશને લમ્પી વાયરસ અંગે સારવાર સેવાની જરૂર હોય તો એચ.જે.લાલ ટ્રસ્ટ ગૌસેવા હેલ્પ લાઈન નં.9106419989 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. શહેરના જે કોઈ વિસ્તારમાં ગૌવંશને ઔષધયુક્ત લાડવા ખવડાવવાની જરૂિરયાત હોય તો ગૌસેવકોને સંસ્થાના કાર્યાલય (ઝુલેલાલ મંદિર સામે, જુના રેલ્વે સ્ટેશન પાસે-જામનગર)નો રાત્રે 9:30 થી 10:30 વાગ્યા દરમ્યાન સંપર્ક કરવા સંસ્થાએ અનુરોધ ર્ક્યો છે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular