- Advertisement -
દેશના ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુ શનિવાર તા.6ના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે આવશે. જેના અનુસંધાને પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેકટર એમ.એ.પંડ્યાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ આગામી શનિવારે જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ નાગેશ્વર જ્યોતિર્લિંગ અને જગત મંદિર ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કરશે.
જેના સુચારૂ આયોજન અંગે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.જે.જાડેજા, જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય, અધિક નિવાસી કલેકટર કે.એમ.જાની, ડી.આર.ડી.એ. નિયામક ભાવેશ ખેર, દ્વારકાના તથા ખંભાળિયાના પ્રાંત અધિકારી પાર્થ કોટડીયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -