રાજધાની દિલ્હીમાં મંકીપોક્સનો વધુ એક કેસ નોંધાયો છે. 35 વર્ષનો આ વ્યક્તિ નાઈઝિરીયાનો છે પરંતુ હાલમાં દિલ્હીમાં રહે છે. તે તાજેતરમાં કોઈ વિદેશ યાત્રા પર પણ નહોતો ગયો. દિલ્હીમાં મંકીપોક્સ વાયરસનો આ બીજો કેસ નોંધાયો છે. બીજી તરફ દેશમાં આ અગાઉ મંકીપોક્સના કુલ 5 કેસોની પુષ્ટિ થઈ છે. તેમાંથી એક દર્દીનું મૃત્યુ થઈ ગયું છે.
મંકીપોક્સના વાયરસે હવે રાજસ્થાનમાં પણ પગપેસારો કર્યો છે. ત્યાં મંકીપોક્સના બે શંકાસ્પદ દર્દી સામે આવ્યા છે. તેમાં પ્રથમ દર્દી અજમેર અને બીજો ભરતપૂરનો છે. બંનેને જયપુરમાં રાજસ્થાન યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સ લાવવામાં આવ્યા છે. હાલ દર્દીઓને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. તેમના સેમ્પલને વધુ તપાસ માટે પુણે મોકલવામાં આવ્યા છે. મંકીપોક્સના કારણે ભારતમાં પ્રથમ મૃત્યુની પણ પુષ્ટિ થઈ ગઈ છે.