લાલપુર તાલુકાના ગોવાણા ગામમાં રહેતાં પ્રૌઢાનું હ્રદય રોગના હુમલાથી મોત નિપજયું હતું.
લાલપુર તાલુકાના ગોવાણા ગામમાં રહેતાં દક્ષાબેન વજુભાઇ કારાવદરા(ઉ.વ.52) નામના પ્રૌઢને ગત તા.30 ના રોજ સાંજના સમયે તેના ઘરે હ્રદય રોગનો હુમલો આવતાં લાલપુરની સીએચસી હોસ્પિટલમાં અને ત્યાંથી જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જયાં તેમનું મોત નિપજયાનું તબિબોએ જાહેર કર્યું હતું. આ અંગે મૃતકના પુત્ર પ્રકાશભાઇ દ્વારા જાણ કરતાં હેકો.ટી.બી.જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.