જામનગર તાલુકાના ચાપા બેરાજા ગામમાં રહેતાં વિપ્ર યુવકે તેના જીગરજાન મિત્રના આપઘાત બાદ વિયોગમાં તેના ઘરે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ પ્રથમ બનાવ જામનગર તાલુકાના ચાપા બેરાજા ગામમાં આવેલાં બ્રાહ્મણ ફળીમાં રહેતાં મોહિત જગદિશભાઇ ભટ્ટ(ઉ.વ.23) નામના યુવકનો સિક્કામાં પંચવટી સોસાયટીમાં રહેતો જીગરજાન મિત્ર ધવલ જયેશભાઇ રાવલ નામના યુવાને એક માસ પૂર્વે તેના ઘરે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. જીગરજાન મિત્રના આપઘાત બાદ મોહિતને મનમાં લાગી આવ્યું હતું અને મિત્ર વગર જીવન જીવવાનું આકરું લાગતું હોવાથી સોમવારે બપોરના સમયે તેના ઘરે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.મિત્રના વ્યોગમાં યુવક મિત્રએ આત્મહત્યા કર્યાની યજ્ઞેશ ભટ્ટ દ્વારા જાણ કરતાં હેકો.એસ.આર.ડાંગર તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.