Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરઅદાલતની અવમાનના બદલ જામનગર મહિલા પીએસઆઇનો પગાર બંધ કરતી અદાલત

અદાલતની અવમાનના બદલ જામનગર મહિલા પીએસઆઇનો પગાર બંધ કરતી અદાલત

- Advertisement -

ગાંધીધામમાં 8 વર્ષ પહેલાં મહિલાને ત્રાસ આપી દહેજ માંગવા સંદર્ભે સાસરિયાઓ વિરૂધ્ધ ફરિયાદ બાદ અદાલતમાં ચાર્જ શીટના તબ્બકે કેસ પહોંચ્યા પછી સમન્સ, વોરંટની બજવણી નહીં કરનાર મહિલા પીએસઆઇનો પગાર બંધ કરવા અદાલતે હુકમ કર્યો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ મહિલા દ્વારા ગાંધીધામના પોલીસ મથકમાં દહેજ પ્રતિબંધક ધારાની કલમ હેઠળ નોંધાવેલી ફરિયાદમાં મહિલા પીએસઆઇ આઈ.આઈ. નોયડા દ્વારા તપાસ કરી ચાર્જશીટ વર્ષ 2014 માં કરવામાં આવ્યા પછી આરોપીઓને હાજર થવા માટે સમન્સ, વોરંટ કાઢવામાં આવતા હતા, પરંતુ તેની બજવણી કરવામાં આવી ન હતી. તેથી તપાસનીશ મહિલા પીએસઆઈ નોયડાને ગત તા.27-5 2022ના દિવસે ક્ધટેમ્પ્ટ ઓફ કોર્ટ ની નોટીસ પાઠવાઈ હોવા છતાં તા.5 જુલાઈ સુધી પકડ વોરંટ કે જામીન ના જપ્તી વોરંટની બજવણી થઈ ન હતી. તેના પ્રત્યુત્તરમાં તેઓએ જામનગર જિલ્લાથી જપ્તી વોરંટની બજવણી કાયદેસર કાર્યવાહીના ભાગરૂપે કરી શકે તેમ નથી તેમ જણાવી પોતાના જ્યુરીડિક્શન બહારના શબ્દોનો ઉપયોગ કરી પ્રત્યુત્તર આપ્યો હતો. તેથી તેને કોર્ટની અવમાનના ગણવામાં આવી છે. તેઓએ પોતાના જવાબમાં એસપીની મંજુરી વગર હેડ કવાર્ટર છોડી શકીએ નહીં તેથી તેની બજવણી થઈ નથી તેવો જવાબ આપ્યો છે.

જ્યારે તેમણે વોરંટ બજવણી માટે જવા માટે એસપીની મંજુરી માંગી હોય તેવું રેકર્ડ પર આવ્યું નથી. તેથી આ મહિલા પીએસઆઈનો પગાર બંધ કરવા આ કેસની ત્રણ મુદ્દતમાં ફરિયાદીને ધક્કા ખાવા પડ્યા હોવાથી એક ધક્કાના રૂા.2500 ગણી મહિલા પીએસઆઈ નોયડાએ સાડા સાત હજારની 2કમ ગાંધીધામની અદાલતમાં જમા કરાવવી તેમજ આ મહિલા અધિકારી સમન્સ, વોરંટની બજવણી ન કરે ત્યાં સુધી દરેક મુદ્દતના રૂ.2500 તેઓએ જમા કરાવવા અને તેઓની સર્વિસ બુકમાં ઉપરોક્ત વર્તણૂંકની નોંધ કરી તે સર્વિસ બુકનો ઉતારો અદાલતમાં આપવા ગાંધીધામની કોર્ટે હુકમ કરતા ખળભળાટ મચી ગયો છે. અદાલતે આ બાબતની વિગતો રાજ્યના ડાયરેકટર જનરલ ઓફ પોલીસને આપી છે અને જામનગર એસપીને આ હુકમની જાણ કરી અદાલતમાં રિપોર્ટ કરવાનો હુકમ કર્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular