Monday, December 23, 2024
Homeરાજ્યદેશીદારૂના કેસમાં સાડા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી દ્વારકા એલસીબી

દેશીદારૂના કેસમાં સાડા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી દ્વારકા એલસીબી

- Advertisement -

જામજોધપુર પોલીસ સ્ટેશનના દેશીદારૂના કેસમાં સાડા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને દ્વારકા એલસીબીએ ઝડપી લઇ જામજોધપુર પોલીસને સોંપી આપવા કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામજોધપુર પોલીસ દ્વારા તા.9/1/2019ના રોજ રૂા.64,500નો દેશીદારૂ ઝડપાયો હતો. આ કેસમાં આરોપી સાડા ત્રણ વર્ષથી નાસતો ફરતો હોય એલસીબીના એએસઆઇ કેસુરભાઇ ભાટીયા, જયદેવસિંહ જાડેજા, હેકો.જીતુભાઇ હુણને મળેલ બાતમીના આધારે દ્વારકા પોલીસવડા નિતેશ પાંડેયની સુચના મુજબ દ્વારકા એલસીબીના પીઆઇ પી.સી.સીંગરખીયા, પીએસઆઇ એસ.વી.ગળચર, બી.એમ.દેવમુરારી, એએસઆઇ કેસુરભાઇ ભાટીયા, સજુભા જાડેજા, દેવશીભાઇ ગોજીયા, અજીતભાઇ બારોટ, વિપુલભાઇ ડાંગર, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, જયદેવસિંહ ભીખુભા, ભરતભાઇ ચાવડા, નરસીભાઇ સોનગરા, હેકો. જીતુભાઇ હુણ, જેશલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, મશરીભાઇ આહીર, બોઘાભાઇ કેસરીયા, લાખાભાઇ પીડારીયા, અરજણભાઇ મારુ, મહેન્દ્રસિંહ જાડેજા, પો.કો ગોવીંદભાઇ કરમુર, મેહુલભાઇ રાઠોડ, અરજણભાઇ આબણીયા, કેતનભાઇ બડલ, સચિનભાઇ નકુમ, વિશ્ર્વદિપસિંહ જાડેજા સહિતના સ્ટાફ દ્વારા બાઘા વેજા કોડિયાતર(ઉ.વ.35) નામના શખ્સને ઝડપી લઇ ભાણવડ પોલીસ મારફત જામજોધપુર પોલીસને સોંપી આપવા તજવીજ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular