દ્વારકા નજીક આવેલી ખોડીયાર ચેકપોસ્ટ આગળથી ગઈકાલે રવિવારે પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા એક અજાણ્યા ટ્રકના ચાલકે આ માર્ગ પર જઈ રહેલા દ્વારકાના રહીશ એવા આરબ સુલેમાનભાઈ લુચાણી નામના 52 વર્ષના મુસ્લિમ આધેડને અડફેટે લેતા તેમને માથાના ભાગે જીવલેણ ઇજાઓ થવા પામી હતી. જેના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના પુત્ર શકીલ આરબ લુચાણી દ્વારા દ્વારકા પોલીસને કરવામાં આવી છે. જે સંદર્ભે પોલીસે અકસ્માત સર્જીને નાસી છૂટેલા અજાણ્યા ટ્રકના ચાલક સામે આઈ.પી.સી. કલમ 279, 304 (અ) તથા એમ.વી. એક્ટરની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.