Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરબ્રાસપાર્ટસના વેપારીને બ્રાસસ્ક્રેપ રકમની ચુક્વણી માટે અપાયેલ ચેક રિર્ટન કેસમાં વળતર-સજાનો હુકમ

બ્રાસપાર્ટસના વેપારીને બ્રાસસ્ક્રેપ રકમની ચુક્વણી માટે અપાયેલ ચેક રિર્ટન કેસમાં વળતર-સજાનો હુકમ

- Advertisement -

જામનગરમાં મધુવન મેટલ્સના માલિક ભગવાનદાસ પ્રેમચંદ ચંદનાણીએ ન્યુ મુકેશ બ્રાસ ઈન્ડસ્ટ્રીઝના માલિક ધર્મેશ ઉર્ફે ધર્મેન્દ્ર કરશનભાઈ પરમારને રૂા. 5,00,000ના બ્રાસ સ્ક્રેપનું વેંચાણ કર્યું હતું. રકમની ચુક્વણી કરવા માટે ન્યુ મુકેશ બ્રાસ ઈન્ડસ્ટ્રીઝના માલીક ધર્મેશ ઉર્ફે ધર્મેન્દ્ર કરશનભાઈ પરમાર દ્વારા તેઓની પેઢી જોગનો સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડીયા, સ્ટેશન રોડ શાખા, જામનગરનો ચેક આપ્યો હતો. જે ચેક ભગવાનદાસ પ્રેમચંદ ચંદનાણીએ પોતાની પેઢીના ધી કોમર્શીયલ કો. ઓપરેટીવ બેંક લી., શંકર ટેકરી શાખા, જામનગરના ખાતામાં કલીયરીંગ માટે જમા કરાવતા મજકુર ચેક ફંડસ ઈનસફીશીયન્ટના શેરા સાથે ચેક પરત ફર્યો હતો. જેથી મધુવન મેટલ્સના માલીક ભગવાનદાસ પ્રેમચંદ ચંદનાણીએ પોતાના વકીલ નાથાલાલ પી. ઘાડીયા મારફત નોટીસ આપી હતી. તેમ છતાં ચેક મુજબની રકમ વસુલ નહીં આપતા મધુવન મેટલ્સના માલીક ભગવાનદાસ પ્રેમચંદ ચંદનાણીએ ન્યુ મુકેશ બ્રાસ ઈન્ડસ્ટ્રીઝના માલીક ધર્મેશ ઉર્ફે ધર્મેન્દ્ર કરશનભાઈ પરમાર સામે જામનગરની અદાલતમાં ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-138 મુજબ કેસ દાખલ કર્યો હતો.

- Advertisement -

ત્યારબાદ ચાલુ કેસે ભગવાનદાસ પ્રેમચંદ ચંદનાણીનું અવસાન થતા ફરીયાદીના વકીલ દ્વારા તેઓના વારસદાર અલ્પાબેન ભગવાનદાસ ચંદનાણીને ફરીયાદી તરીકે જોડવા માટે અરજી આપતા અરજી મંજુર થતા ભગવાનદાસ પ્રેમચંદ ચંદનાણીના વારસદાર અલ્પાબેન ભગવાનદાસ ચંદનાણી દ્વારા પુરાવો રજુ કર્યો હતો અને જે કેસ જામનગરના અગીયારમા એડી. ચીફ.જયુડી.મેજી. આર. બી. ગોસાઈની અદાલતમાં ચાલી જતાં અદાલત દ્વારા ફરીયાદીના વકીલની વિસ્તૃત દલીલ ધ્યાને લઈ ન્યુ મુકેશ બ્રાસ ઈન્ડસ્ટ્રીઝના માલીક ધર્મેશ ઉર્ફે ધર્મેન્દ્ર કરશનભાઈ પરમારને એક વર્ષની સાદી કેદની સજા તથા ચેકની રકમ રૂા. પ,00,000નો દંડ ફરીયાદીને વળતર પેટે ચુક્વવો જો દંડની રકમ ભરવામાં ક્સુર કરે તો વધુ એક માસની સાદી કેસની સજાનો હુકમ ફરમાવવામાં આવેલ છે. આ કેસમાં ફરીયાદી તરફે વકીલ નાથાલાલ પી. ઘાડીયા, હિતેન એસ. અજુડીયા, પરેશ સભાયા, રવિન્દ્ર કે. દવે, હિરેન જે. સોનગરા, રાકેશ જે. સભાયા, હસમુખ એમ. મોલીયા, પ્રિયેન કે. મંગે, ગજેન્દ્રસિંહ જે. ઝાલા, નેમીષ જે. ઉમરેટીયા રોકાયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular