ગુલાબનગર ઇએસઆઇ હેઠળ આવતાં ઝોન-એના વિસ્તારોમાં સોમવારે પાણી વિતરણ બંધ રહેશે. લાઇન સિફટીંગના કારણે જામ્યુકો દ્વારા પાણી વિતરણ બંધ રાખવામાં આવશે.
જામનગર મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખાની યાદી જણાવે છે કે, રાજકોટ રોડ ગુલાબનગર પાસે આવેલ નવા બનેલ સીએનજી પમ્પ પાસેથી પસાર થતી મુખ્ય 500 એમએમડાયાની પાઇપલાઇન શિફટીંગ કરવામાં આવેલ છે. જે પાઇપલાઇનમાં હૈયાત પાઇપલાઇન સાથે જોડાણ કામ કરવાનું હોવાથી આ પાઇપલાઇનથી પાણી મેળવતાં ગુલાબનગર ઝોન હેઠળના વિસ્તારોમાં પાણી પુરવઠો તા. 1-8-22 સોમવારના રોજ પાણી વિતરણ બંધ રહેશે. જે અન્વયે ગુલાબનગર ઝોન-એ હેઠળ આવતાં વિસ્તારોમાં ભોયવાડો, ચંપાકુંજ, વાઘેરવાડો, કોળીવાડ, કુંભારવાડો, નાગનાથ ગેઇટ વિસ્તાર, પટ્ટણીવાડ, નારાયણનગર, મોહનનગર, સિન્ડીકેટ સોસાયટી લાલવાડી, વૃંદાવન ધામ વિગેરે વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે. પાણી વિતરણ બંધમાં બીજા દિવસે પ્રથમ ઝોન-એ તથા બી ત્યારબાદના દિવસે ઝોન-બીમાં રાબેતા મુજબ પાણી વિતરણ કરવામાં આવશે. જેની આ વિસ્તારમાં રહેતી જનતાએ નોંધ લેવા જામનગર મહાનગરપાલિકાની વોટર વર્કશ શાખા દ્વારા જણાવાયું છે.