Thursday, December 26, 2024
Homeવિડિઓકાલાવડમાં લમ્પી રોગથી અનેક ગાયોના મોત

કાલાવડમાં લમ્પી રોગથી અનેક ગાયોના મોત

- Advertisement -

જામનગર જિલ્લામાં લમ્પી વાયરસનો અનેક ગૌ વંશ ભોગ બની રહ્યા છે. લમ્પી વાયરસથી અનેક ગાયોના મોત પણ થઇ રહ્યા છે. ત્યારે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં પણ અનેક ગૌ વંશ લમ્પી વાયરસને કારણે મોતને ભેટયા હોવાનું સામે આવી રહ્યું છે.

- Advertisement -

કાલાવડ શહેરમાં આવેલ ટોડા સોસાયટી પાસે લમ્પી વાયરસને કારણે મૃત્યુ પામેલી ગાયોના મૃતદેહના ઢગલાં જોવા મળી રહ્યા છે. જેના કારણે આજુબાજુના વિસ્તારના લોકો દુર્ગધથી પરેશાન થઇ રહ્યા છે. તંત્ર દ્વારા ગાયોના મૃતદેહની યોગ્યરીતે દફન વિધી ન કરાતી હોય લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. આ અંગે સ્થાનીકો દ્વારા નગરપાલિકા પ્રમુખ અજમલ ગઠવીને પણ રજુઆત કરવામાં આવી હોવા છતાં ઉડાવ જવાબ આપવામાં આવી રહ્યા છે. જેને લઇ સ્થાનીકોમાં આ રોગ વધુ ફેલાવાનો ભય પણ સતાવી રહ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular