Saturday, January 11, 2025
Homeરાજ્યજામનગરયુવતીના પરિવારજનોને પ્રેમસંબંધ પસંદ ન હોવાથી પ્રેમી યુવકનો આપઘાત

યુવતીના પરિવારજનોને પ્રેમસંબંધ પસંદ ન હોવાથી પ્રેમી યુવકનો આપઘાત

જામનગર શહેરમાં ઘર નજીક ઝેરી દવા ગટગટાવી : જી. જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત : રામેશ્વરનગરમાં બેશુધ્ધ થઈ જતાં વૃધ્ધાનું મૃત્યુ

- Advertisement -

જામનગર શહેરમાં હર્ષદમીલની ચાલી પાછળ આવેલા જાગૃત્તિનગરમાં રહેતાં યુવકને યુવતી સાથેનો પ્રેમ યુવતીના પરિવારને પસંદ ન હોવાથી જિંદગીથી કંટાળી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. જામનગરના રામેશ્વરનગર આનંદ કોલોનીમાં રહેતાં વૃધ્ધાનું નિંદ્રાધિન હાલતમાં બેશુધ્ધ થઈ જતા મોત થયું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ, પ્રથમ બનાવ જામનગર શહેરમાં હર્ષદમીલની ચાલી કોમ્યુનિટી હોલની બાજુમાં રહેતાં આર્યન દેવજીભાઈ પરમાર (ઉ.વ.22) નામના યુવકને ફાલ્ગુની સાથે પ્રેમ હતો અને આ પ્રેમસંબંધ ફાલ્ગુનીના પરિવારજનોને પસંદ ન હોવાથી પ્રેમિકાના વિયોગમાં ગુમસુમ રહેતાં આર્યને ગત સોમવારે બપોરના સમયે તેના ઘર નજીક જાગૃત્તિનગર વિસ્તારમાં ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બાદમાં યુવાનને સારવાર માટે ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેનું શુક્રવારે સવારના સમયે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણ થતા પીએસઆઈ બી.એસ. વાળા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતકના પિતા દેવજીભાઈના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાવ, રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પીપળિયા ગામના વતની અને હાલ જામનગરમાં રામેશ્વરનગર આનંદ કોલોની રોડ નં.2 શેરી નં.3 પ્રજાપતિ સમાજની વાડી પાસે રહેતાં ભાનુબેન મનસુખભાઈ પાડલિયા (ઉ.વ.65) નામના વૃધ્ધા શુક્રવારે સવારે નિંદ્રાધિન હાલતમાં જ બેશુધ્ધ થઈ જતાં સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં ફરજ પરના તબીબોએ વૃધ્ધાનું મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પુત્ર વિશાલભાઈ દ્વારા જાણ કરાતા હેકો જે.એચ. મકવાણા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular