Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરસાહિત્ય-કલાપ્રેમીઓ માટે નવધા કલ્ચરલ કલબનો શુભારંભ

સાહિત્ય-કલાપ્રેમીઓ માટે નવધા કલ્ચરલ કલબનો શુભારંભ

- Advertisement -

છેલ્લા ત્રણ દાયકાથી વધુ સમયથી શૈક્ષણિક ક્ષેત્રે કાર્યરત અને હજારો વિદ્યાર્થીઓની ઉચ્ચ કારકિર્દીનું ઘડતર કરનાર ધોળકીયા સ્કૂલ સંચાલક ધોળકીયા પરિવાર દ્વારા સાહિત્ય અને કલા પ્રેમીઓ માટે નવધા કલ્ચરલ કલબનો શુભારંભ થયો છે.

- Advertisement -

રાજકોટમાં ચાલતી સાહિત્ય અને કલાની વિવિધ પ્રવૃત્તિઓને વધુ વેગવંતી બનાવવા, સાહિત્યપ્રેમી અને કલાપ્રેમી વર્ગના આનંદ અને ઉત્સાહમાં વધારો કરવા તેમજ જીવનના દરેક રસને માણવા મળે એ પ્રકારની ઈવેન્ટ્સ અને પ્રવૃત્તિઓનું આયોજન આ કલબ દ્વારા હાથ ધરવામાં આવશે. જેમ આપણા દરેક તહેવારનો અલગ-અલગ રસ હોય છે. એક અલગ આનંદ હોય છે તેમ આ કલબ દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન સાહિત્ય અને કલાના માઘ્યમ દ્વારા જીવનના અલગ-અલગ રસને શ્રેષ્ઠત્તમ રીતે રજૂ કરતી ઈવેન્ટ્સ આયોજીત થશે.

નવધા કલ્ચરલ કલબ શરૂ કરવા વિશે વાત કરતા આ કલબના પ્રમુખ મિતુલ ધોળકિયાએ જણાવ્યું કે, આજે આપણે સમયને પૈસાની પાછળ ખર્ચતા શીખી ગયા છીએ. એક સારી લાઈફ સ્ટાઈલ માટે પૈસા જરૂરી છે પણ એ પણ વાસ્તવિકતા છે કે પૈસો એટલો પણ અગત્યનો નથી કે આપણે આપણા પૂરા સમયને માત્ર ને માત્ર એની પાછળ ખર્ચ કરીએ. છેલ્લા બે વર્ષમાં આપણે અનુભવ્યું છે કે બધું જ હોવા છતાં આપણે કેટલા લાચાર અને નાખુશ હતા! સમયને સારી રીતે કેમ પસાર કરી શકાય એ આપણે કાં તો ભૂલી ગયા છીએ કાં તો ક્યાંક છોડી આવ્યા છીએ. આ બે વર્ષના અનુભવે નવધા કલ્ચરલ કલબના વિચારબીજ રોપ્યા. રાજકોટના શહેરીજનોનું જીવન ફરી ધબકતું કરવા-તેમને સારા સંસ્મરણો આપવા-સાહિત્ય અને કલાના વિવિધ રસનું પાન કરાવવા માટે કંઈક વિશેષ અને નાવિન્યસભર ઈવેન્ટ્સનું નિયમિત આયોજન આ કલબ દ્વારા કરવામાં આવશે.

- Advertisement -

આ તકે કલબના ઉપપ્રમુખ જાણીતા શિક્ષણવિદ્ કૃષ્ણકાંત ધોળકિયાએ જણાવ્યું હતું કે, કલાના વિવિધ રસના માઘ્યમથી લોકોને આનંદ પ્રાપ્ત થાય છે. જ્યારે સાહિત્યના માઘ્યમથી લોકોના જીવનમાં હકારાત્મકતા, સંવેદનશીલતા અને જીવન પ્રત્યે નવો દૃષ્ટિકોણ કેળવાય છે. એટલે અમે એવી ઈવેન્ટ્સ આપીશું જેમાં આ બંનેનો સુભગ સમન્વય થતો હોય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular