જામનગરના મોરકંડા રોડ સનસીટી-2 વિસ્તારમાં ચોરાઉ બાઇક સાથે એક શખ્સ ફરતો હોવાની બાતમીના આધારે સીટી-એ પોલીસે એક શખ્સને ઝડપી લઇ ચોરાઉ બાઇક કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગરમાં મોરકંડા રોડ સનસીટી-2 વિસ્તારમાં એક શખ્સ ચોરી કરેલાં સપ્લેન્ડર પ્લસ મોટર સાયકલ સાથે ફરતો હોવાની સીટી-એના પોકો.શિવરાજસિંહ રાઠોડ તથા વિક્રમસિંહ જાડેજાને બાતમી મળી હતી. જેના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સુચના અને મદદનીશ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા તથા પીઆઇ એમ.જે.જલુના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.વી. મોઢવાડિયા તથા પો. હેે.કો. મહિપાલસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા, જીતેન્દ્રસિંહ જાડેજા, દેવાયતભાઈ કાંબરિયા, પો.કો. પ્રવિણભાઈ પરમાર, શિવરાજસિંહ રાઠોડ, યોગેન્દ્રસિંહ સોઢા તથા વિક્રમસિંહ જાડેજા, મહાવીરસિંહ જાડેજા, વનરાજભાઇ ખવડ, રવિરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફ દ્વારા રજીસ્ટ્રેશન નંબર વગરની કાળા કલરની સપ્લેન્ડર પ્લસ બાઇક સાથે મનોજ વાલજી રાઠોડ નામના શખ્સની ધરપકડ કરી ચોરાઉ બાઇક કબ્જે કર્યું હતું.


