જામનગર શહેરમાં ભારે વરસાદની આગાહીને પગલે જામનગર મહાપાલિકાનું તંત્ર સતર્ક બન્યું છે. કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે મ્યુ. કમિશનર, નાયબ કમિશનર અને આસિ. કમિશનરે ગઇકાલે જામ્યુકોના ફલડ કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી. તેમણે કંટ્રોલ રૂમના ફરજ પરના અધિકારીઓ સાથે બેઠક કરી વોર્ડવાઇસ ટીમ તૈનાત રાખવા તેમજ લગત તમામ કર્મચારીઓએ ફોન ચાલુ રાખવા, હેડ કવાર્ટર ન છોડવા અને ભારે વરસાદની સ્થિતિમાં તાત્કાલિક ફરજ પર હાજર થઇ સ્ટેન્ડ ટુ રહેવાની સૂચના આપી હતી. આ ઉપરાંત ફાયરની ટીમને પણ તમામ તૈયારીઓ સાથે સજ્જ રહેવા તાકિદ કરવામાં આવી હતી.
કમિશનર વિજય ખરાડી દ્વારા આપવામાં આવેલી સૂચના અનુસાર શહેરના અલગ-અલગ વોર્ડના નીચાણવાળા વિસ્તારોમાં અસરગ્રસ્તોને નજીકના આશ્રય સ્થાનમાં જરૂર પડયે સાંજના પ વાગ્યા સુધીમાં જ શીફટ થઈ જાય તેવું આયોજન કરવું, આશ્રય સ્થાનોમાં શીફટ કરવામાં આવેલ અસરગ્રસ્તોને પુરતા પ્રમાણમાં ફુડપેકેટ તથા પાણીની વ્યવસ્થા થાય તે સુનિશ્ર્ચિત કરવું, ફલડ કંટ્રોલ ખાતે પુરતા પ્રમાણમાં જે.સી.બી., ટ્રેકટર તથા મેનપાવર ઉપલબ્ધ રાખવા જેથી કરીને ભારે વરસાદની સ્થિતિએ પાણી નિકાલ અંગેની કામગીરી ત્વરીત હાથ ધરી શકાય, ભારે વરસાદ તથા ફલડની પિરસ્થિતિમાં દરેક વોર્ડમાં આઈડેન્ટીફાય થયેલ નીચાણવાળા વિસ્તારોમાં લગત વોર્ડ એન્જિનીયર ધ્વારા ત્વરીત વોર્ડમાં રાઉન્ડ લઈને ભરાયેલા પાણીનો સત્વરે નિકાલ થાય તે રીતે કામગીરી હાથ ધરવી, ભારે વરસાદની સ્થિતિમાં નદી કાંઠાના નજીકના વિસ્તારો જેવા કે, વોર્ડ નં. ર, 4, 10, 11, 1ર, 16 તથા તમામ નીચાણવાળા વિસ્તારોમાં રીક્ષ્ાા/વાહન મારફત એનાઉન્સમેન્ટ કરી લોકોને સુરક્ષ્ાીત સ્થળે ખસી જવા અને કિંમતી સર સામાન સલામત રાખવા માટે સાવચેત કરવા, જરૂરીયાત પડે ફાયર શાખા ધ્વારા રેસક્યુ બોટ ધ્વારા શીફટીંગ તથા બચાવની કામગીરી હાથ ધરવી, જે વિસ્તારોમાં ભયજનક મકાનો હોય ત્યાંના રહેવાસીઓને સલામત સ્થળે ખસી જવા સુચના આપી શીફટ કરવા, ગાર્ડન / ફાયર શાખા ધ્વારા પડી ગયેલ વૃક્ષ્ાો શીફટ કરવા તથા ટ્રીમીંગની કામગીરી ત્વરીત હાથ ધરવાની રહેશે.
આરોગ્ય શાખા ધ્વારા ભારે વરસાદની પિરસ્થિતિએ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલ હોય તેવા સ્થળોએ દવા છંટકાવની કામગીરી કરવાની રહેશે. જરૂર જણાયે લગત વોર્ડના વોર્ડ એન્જિનીયરો ધ્વારા મ્યુનિ. સભ્યોનો સંપર્કમાં રહી રેસક્યુ /સ્થળાંતર / પાણી નિકાલની કામગીરી કરવાની રહેશે. ફલડ કંટ્રોલની કામગીરી અન્વયે નિમણુંક થયેલ અધિકારીઓ/કર્મચારીઓએ ર47 ફરજ બજાવવાની રહેશે. તેમજ હેડ ક્વાર્ટર છોડવાનું રહેશે નહી. જરૂર જણાયે એન.ડી.આર.એફ. સાથે સંકલન કરી નિચાણવાળા વિસ્તારોમાં લોકોનું રેસક્યુ કરવા અંગેની કામગીરી કરવાની રહેશે.


