Thursday, December 26, 2024
Homeરાષ્ટ્રીયકાળમુખા ડમ્પરે છ કાવડિયાને કચડી માર્યા

કાળમુખા ડમ્પરે છ કાવડિયાને કચડી માર્યા

ઉત્તરપ્રદેશના હાથરસ જિલ્લાની ઘટના : કાવડ યાત્રીઓનું એક જૂથ હરિદ્વારથી મધ્યપ્રદેશના ગ્વાલિયર ગંગાજળ જતું હતું

- Advertisement -

ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં એક અનિયંત્રિત ડમ્પરે કાવડિયોને કચડી નાખ્યા છે. દુર્ઘટનામાં 6 કાવડિયોના મોત થઈ ગયા છે અને 2 ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે આગ્રા રેફર કરવામાં આવ્યા છે. કાવડ યાત્રીઓનું એક જૂથ હરિદ્વારથી મધ્યપ્રદેશના ગ્વાલિયર ગંગાજળ લઈને જઈ રહ્યું હતું. હાથરસ જિલ્લાના સાદાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારના હાથરસ-આગ્રા માર્ગ પર આ અકસ્માત સર્જાયો હતો. જ્યાં શનિવારે રાત્રે લગભગ 2:30 વાગ્યે એક અનિયંત્રિત તેજ રફ્તાર ડમ્પરે કાવડિયોના એક સમૂહને કચડી નાખ્યું હતું. આ અકસ્માતમાં 6 કાવડિયોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા હતા અને બે ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે જેમને નજીકની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાવ્યા બાદ આગ્રા મેડિકલ કોલેજમાં રેફર કરવામાં આવ્યા છે. કાવડિયોના સમૂહમાં સામેલ એક યુવકે જણાવ્યું કે, તેમના સાથી હરિદ્વારથી ગંગાજળ લઈને મધ્યપ્રદેશના ગ્વાલિયર જઈ રહ્યા હતા.

- Advertisement -

અકસ્માત બાદ પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જેમણે સ્થળ પર રાહત કાર્ય શરૂ કર્યું હતું. આગ્રા ઝોનના અધિક પોલીસ મહાનિર્દેશક રાજીવ કૃષ્ણાએ જણાવ્યું કે, અકસ્માતમાં ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા છે. સાથે જ મૃતદેહોના પંચનામાને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. બીજી તરફ અકસ્માત કરનાર ટ્રક અને ચાલકની શોધખોળ ચાલુ છે અને ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે. હાલમાં કેટલાક રાજ્યોમાં હમણા શ્રાવણ મહીનો ચાલી રહ્યો છે. આ મહીને કાવડ યાત્રા ચાલે છે. ઉત્તર પ્રદેશના બધા ગંગા ઘાટોથી કાવડિયા ગંગા નદીનું પવિત્ર ગંગાજળ લઈને પોત-પોતાના સ્થળોના શિવાલય પર જાય છે. મુખ્યમંત્રીએ પોલીસ તંત્રને કાવડિયાની સુરક્ષા વ્યવસ્થાના આદેશો આપ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular