ગ્લોબલ વોર્મિંગને કારણે યુરોપના મોટાભાગના દેશોમાં ગરમી હાહાકાર મચાવી રહી છે. તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર કરી ગયો છે. જેને કારણે ડઝનબંધ દેશોના નાગરિકોની હાલત ખરાબ થઇ ગઇ છે. હવામાન વિભાગ દ્વારા હજુ પણ ગરમી વધવાની દહેશત વ્યકત કરવામાં આવી છે. ભારે ગરમીને કારણે સ્પેન, પોર્ટુગલ સહિતના દેશોમાં 1000થી વધુ લોકોના મૃત્યુ નિપજયા છે. બ્રિટનમાં પહેલીવાર તાપમાન 40ને પાર ગયું છે. ભીષણ ગરમીને કારણે રેલવેના પાટા ફુલવા લાગ્યા છે. જયારે રસ્તાઓ પર સન્નાટો પ્રસરી ગયો છે. ગરમીને કારણે શિસ્ત પ્રિય બ્રિટનની સંસદમાં સાંસદોને પોતાની સુવિધા મુજબના કપડાં પહેરવાની છૂટ આપવામાં આવી છે.