ભારતીય શેરબજારોમાં ભારે ઊથલપાથલ અટકી છે ઈન્ડેક્સ સ્ટેબલ થયા છે પરંતુ ડેટ માર્કેટની મંદી અને ક્રૂડની ભારે અફરાતફરી રૂપિયા પર દબાણ સર્જી રહી છે. ભારતીય રૂપિયો મંગળવારના સત્રમાં ઇતિહાસમાં પ્રથમ વખત 80ને પાર નીકળ્યો છે.
ભારતીય ચલણ સોમવારના બંધ ભાવ 79.97ની સામે આજે 79.98 પર ખુલ્યો હતો અને શરૂઆતી મિનિટોમાં જ રૂપિયો 80ને પાર પહોંચી ગયો હતો અને ત્યારબાદ પરત રૂપિયા 80થી નીચે આવી ગયો હતો.ક્રૂડમાં ગઈકાલે જોવા મળેલ ધમાલને કારણે આજે રૂપિયામાં નબળાઈ જોવા મળી રહી છે. સામે પક્ષે ભારતના મોંઘવારી, રાજકોષીય અને વેપાર ખાધના આંકડા સહિતના તમામ આર્થિક આંકડા નકારાત્મક આવતા અને આગામી સમયના નેગેટિવ આઉટલુક ને કારણે રૂપિયાની મંદીની ચાલ અવિરત વધતી જઈ રહી છે અને આજે સર્વકાલીન ન્યૂનતમ સ્તર 80.02 પ્રતિ યુએસ ડોલર પર પહોંચ્યો હતો અને ત્યારબાદ તરત જ ઘટીને 79.90 પૈસા થઇ ગયો હતો. આજે શેરબજારમાં 124 પોઇન્ટનો ઉછાળો અને નિફટીમાં 34 પોઇન્ટનો ઉછાળો રહયો હતો.