દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશકુમાર પાંડેયનો આજે જન્મદિવસ છે. વર્ષ 2017ની બેચના આઈ.પી.એસ. અધિકારી નિતેશ પાંડેય એ.એસ.પી. તરીકે ધોળકા ખાતે સૌપ્રથમ ફરજ બજાવી ચૂક્યા બાદ હાલારના જામનગરમાં જિલ્લામાં એ.એસ.પી. તરીકેની નોંધપાત્ર કામગીરી કરી અને ભૂમાફિયા તથા તેની ગેંગ સામે ગુજસીટોક હેઠળની કડક કાર્યવાહી કરીને ગુનેગારોમાં સોપો પાડી દીધો હતો. ત્યાર બાદ આશરે પાંચ માસ પૂર્વે દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ વડા તરીકે તેમણે પ્રથમ પોસ્ટિંગ મેળવ્યું છે. પ્રજાલક્ષી તેમજ કાયદો અને વ્યવસ્થાની કામગીરીમાં હંમેશા સક્રિય અને જાગૃત રહેનારા નવ નિયુક્ત યુવા પોલીસ વડા નિતેશ પાંડેયની સીધી દેખરેખ હેઠળ તેમની ટીમ દ્વારા ગુજસીટોકની કામગીરીમાં કુખ્યાત બિચ્છુ ગેંગને ભોંભીતર કરી દીધી હતી. રાજ્ય કક્ષાએ સુંદર કામગીરી બદલ એવોર્ડ વિજેતા જાંબાઝ એસ.પી. નિતેશ પાંડેયના આજરોજ તેમના જન્મદિવસ નિમિત્તે ‘ખબર ગુજરાત’ પરિવાર દ્વારા તેઓને શુભેચ્છા પાઠવવામાં આવી છે. મોબાઈલ નંબર 99784 05976 છે.


