જામનગર તાલુકાના કનસુમરા ગામના પાટીયા પાસેથી એસઓજીની ટીમે દેશી હાથ બનાવટની જામગરી બંદૂક સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.
બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના કનસુમરા ગામમાં રહેતો શખ્સ પાસે દેશી જામગરી બંદૂક હોવાની એસઓજીને મળેલી બાતમીના આધારે પીઆઈ આર. વી. વીંછી તથા સ્ટાફ દ્વારા રેઈડ દરમિયાન શકિલ ઉર્ફે શકિલિયો યુસુફ કાસમાણી નામના શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.2000 ની કિંમતની દેશી હાથ બનાવટની જામગરી બંદૂક મળી આવતા ધરપકડ કરી ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.